ભગવાન વ્યંકટેશ્વરને સમર્પિત તિરુપતિ બાલાજી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, જે આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં આવેલું છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન વ્યંકટેશ્વરના દર્શન કરવા માટે આવે છે. તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા માટેના બે રસ્તા છે. સામાન્ય દર્શન કરવા માટે લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. જ્યારે સ્પેશ્યિલ દર્શન માટે 300 રુપિયામાં ટિકીટ ખરીદવામાં આવે છે. પરંતું ઘણા એજન્ટો નકલી ટિકીટ દ્વારા શ્રધ્ધાળુઓ સાથે ફ્રોડ કરી રહ્યા છે, જેની વિરુદ્ધમાં હવે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ટીટીડીએ ચેતવણી જાહેર કરી
તિરુપતિ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે. જે તિરુપતિ બાલાજી મંદિર સાથે જોડાયલેુ છે. જે મંદિરના સંચાલન, નાણાકિય વ્યવ્હાર સાથે જુદી-જુદી ગતિવિધીઓની દેખભાળ પણ કરે છે. હવે ટ્રસ્ટે મંદિરમાં નકલી દર્શન અને નકલી ટિકીટ આપીને શ્રધ્ધાળુઓ સાથે ફ્રોડ કરનાર એજન્ટો માટે એલર્ટ જાહેર કર્યું છે.
કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે
શુક્રવારે મંદિરના મુખ્ય સુરક્ષા અધિકારી કેવી મુરલીકૃષ્ણએ ચેતવણી આપી છે કે શ્રી વ્યંકટેશ્વર સ્વામીના દર્શન કરવા માટે નકલી ટિકીટ આપીને શ્રધ્ધાળુઓ સાથે ફ્રોડ કરનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
શ્રધ્ધાળુઓને સતર્ક રહેવા અપીલ
તેની આગળ તેમણે જણાવ્યુ હતું કે અમને સતત ફરિયાદો મળી રહી છે કે ઘણા એજન્ટો દ્વારા તિરુપતિ બાલાજી મંદિરના દર્શન માટે ટિકીટ બુક કરવાનો દાવો કરતા શ્રદ્ધાળુઓ પાસેથી મોટી રકમ વસુલવામાં આવી રહી છે. આવા ઠગ લોકોને રોકવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.