દિલ્હીની સૌથી મોટી હોસ્પિટલ AIIMS ના ટ્રોમા સેન્ટરમાં આગ લાગી હતી. આગ લાગતા જ હોબાળો મચી ગયો. ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે 8 ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. થોડી મહેનત બાદ આગ ઓલવાઈ ગઈ.


ફાયર ઓફિસર મનોજ મહાલવતે જણાવ્યું હતું કે, "અમને બપોરે 3ઃ35 વાગ્યે ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાનો ફોન આવ્યો હતો. ગરમીને કારણે આગ લાગી હતી. કુલ 8 ફાયર એન્જિન કામગીરીમાં સામેલ હતા. કોઈ જાનહાનિ થઈ નથી. આગ ઓલવાઈ ગઈ છે."


  • Follow us on: