દિલ્હીના રિઠાલામાં એક બહુમાળી ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે. થોડી જ વારમાં, આખા વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સવારે 7:25 વાગ્યે ફાયર વિભાગને રિઠાલા સ્થિત એક ફેક્ટરીમાં આગ લાગવાની માહિતી મળી. જેના પછી એડીઓ અજય શર્માના નેતૃત્વમાં 12 ફાયરની ગાડીઓને ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી.
આજુબાજુ રહેણાંક એરિયા છે. જેમાં આવી ઘણી ફેક્ટરીઓ નિયમો અને કાયદાઓનું પાલન કર્યા વિના ધમધમી રહી છે, અને નિર્દોષ લોકોને તેનું પરિણામ ભોગવવું પડે છે. પ્રારંભિક માહિતી અનુસાર, 4 લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ પણ થયા હોવાનું કહેવાય છે.












