અત્યારે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગરમી એટલી ભયંકર છે કે ઠેર ઠેર આગ લાગવાના બનાવ બની રહ્યા છે. ત્યારે દિલ્હીના જનપથ રોડ સ્થિત સીસીએસ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળ પર ફાયર વિભાગની 13 ગાડીઓ પહોંચી છે. દિલ્હી ફાયર સર્વિસિઝએ આ જાણકારી આપી છે. 



શનિવારે બપોરે નવી દિલ્હીના જનપથ રોડ પર આવેલી સીસીએસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. નવીનતમ અપડેટ મુજબ, આગને કાબુમાં લેવા માટે લગભગ 13 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે જનપથ રોડ પર આવેલી સીસીએસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. 13 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે."


કૂલિંગનું કામ ચાલુ 

રાહતની વાત એ છે કે   આગ કાબુમાં આવી ગઈ. CCS બિલ્ડિંગના પહેલા માળે ફર્નિચરમાં આગ લાગી હતી. 11:54 વાગ્યે કોલ આવ્યો અને 12:20 વાગ્યે તેની પર કાબુ મેળવી લેવાયો. કોઈ જાનહાનિ કે મિલકતનું નુકસાન થયું નથી. કુલ 15 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા. કૂલિંગનું કામ હજુ પણ ચાલુ છે.





  • Follow us on: