દિલ્હીના દ્વારકામાં એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આગ લાગી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સેક્ટર 13માં આ બનાવ બન્યો.મળતી માહિતી મુજબ 3 લોકોના મોત થયા છે. 


ફ્લેટમાં ભીષણ આગ

આગ એટલી ભયંકર લાગી કે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે ધીરે ધીરે આગ આખી બિલ્ડિંગમાં ફેલાઇ ગઇ. આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી મચી ગઇ. ફાયર વિભાગને તાત્કાલિક કોલ કરતા ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સવારે 10 વાગે દ્વારકામાં એક એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે આગ લાગી ગઇ હતી.ફ્લેટમાં આગ લાગવાની જાણ થતા જ ઘટના સ્થળે 8 ગાડીઓ પહોંચી ગઇ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આગ લાગવાનું કારણ અકબંધ 

અધિકારીએ વધુમાં જણાવ્યું કે ફ્લેટમાં 2-3 લોકો ફસાઇ ગયા હોઇ શકે. આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી..તપાસ ચાલી રહી છે. સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. આસપાસના લોકોની ભીડ ભેગી થઇ ગઇ હતી. મળતી જાણકારી મુજબ આગ લાગ્યા બાદ બે બાળકો અને તેના પિતા જીવ બચાવવા માટે 7મા માળેથી કૂદી ગયા. જો કે હાલ તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા છે.


દિલ્હી ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે વ્યસ્ત છે. લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સમાચાર એવા સામે આવ્યા છે કે પિતા પોતાના 2 પુત્રો સાથે જીવ બચાવવા કૂદી ગયા હતા તેઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.


  • Follow us on: