પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને શનિવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માંથી રજા આપવામાં આવી છે. 75 વર્ષીય ધનખડ બુધવારે સવારની લટાર (મોર્નિંગ વોક) દરમિયાન અચાનક પડી ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓ થોડી મિનિટો માટે બેભાન થઈ ગયા હતા. તેમને AIIMSના કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કાર્ડિયોલોજી વિભાગની દેખરેખ હેઠળ તેમની તબીબી તપાસ અને સારવાર કરવામાં આવી હતી.
તેઓ પડી ગયા ત્યારે તેમની સાથે રહેલા સુરક્ષાકર્મીઓ તેમને પહેલા PCR વાહનમાં ઘરે લઈ ગયા હતા અને ત્યારબાદ તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં ધનખડ આવી રીતે પડી ગયા હોય તેવી ઘટનાઓ અગાઉ પણ બની છે, જોકે આ વખતે તેઓ સૌથી વધુ સમય સુધી બેભાન રહ્યા હતા.
જૂન 2025 માં, નૈનીતાલમાં કુમાઉં યુનિવર્સિટીની સુવર્ણ જયંતિ ઉજવણી દરમિયાન તેઓ પડી ગયા હતા. આ ઉપરાંત ગયા જાન્યુઆરીમાં પણ તેમના ઘરે આવી બે ઘટનાઓ બની હતી. માર્ચ ૨૦૨૫માં, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને AIIMSના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ધનખડ ઓગસ્ટ 2022 થી 21 જુલાઈ, 2025 ના રોજ તેમણે રાજીનામું આપ્યું ત્યાં સુધી ભારતના 14 મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો: Sheikh Hasina ને બાંગ્લાદેશ પરત લઈ જવા ભારતે રાખી બે શરત, પહેલા મોકલવું પડશે...