દેશની અગ્રણી એફએમસીજી (FSSAI) કંપની ડાબર ઈન્ડિયા સામે દેશના ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI (ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. FSSAI દ્વારા ડાબરને તેના મધ, ગાયનું ઘી, એપલ સાઇડર વિનેગર અને રસોઈમાં વપરાતા તેલ સહિતની અનેક ખાદ્યચીજોના વેચાણ પર તાત્કાલિક અસરથી રોક લગાવવા આદેશ આપવામાં આવ્યો છે. રેગ્યુલેટર અનુસાર, કંપની તેના પ્રોડક્ટ્સ પર ગ્રાહકોને ગુમરાહ કરતી અસ્પષ્ટ અને ગેરકાયદેસર લેબલિંગ કરી રહી છે.
100% શુદ્ધ', '100% નેચરલ'ના દાવા નિયમોનો ભંગ
FSSAI ના જણાવ્યા અનુસાર, ડાબર પોતાની વેબસાઇટ અને પ્રોડક્ટ્સ પર '100% શુદ્ધ', '100% નેચરલ', '100% ઓર્ગેનિક' અને '100% પ્યોરિટી ગેરંટીડ' જેવા દાવાઓ કરી રહી છે, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ (એડવર્ટાઇઝિંગ એન્ડ ક્લેમ્સ) રેગ્યુલેશન્સ, 2018 નો ખુલ્લેઆમ ભંગ કરે છે. કોઈપણ પ્રોસેસ્ડ ફૂડ માટે 100% શુદ્ધતાનો દાવો કરવો એ વૈજ્ઞાનિક રીતે અશક્ય છે અને આવા દાવા લેબ ટેસ્ટમાં સાબિત થઈ શકતા નથી, જેનાથી ગ્રાહકો ખોટી માહિતીનો ભોગ બને છે.
