દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓએ ગલગોટિયા પબ્લિકેશન શરુ કર્યુ હતુ.
રોબોડોગને કારણે વધી ચર્ચા
ગલગોટિયા યુનિવર્સિટી આ વખતે અલગ જ કારણના લીધે ચર્ચાનો વિષય બની છે. દિલ્હીમાં ચાલી રહેલા એઆઇ સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટી રોબોડોગના કારણે વિવાદમાં સંપડાઇ છે. ગલગોટિયા યુનિવર્સિટીએ દાવો કર્યો હતો કે, રોબોડોગને તેમના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યો છે. પરંતુ આરોપ એ છે કે, આ રોબોડોગ ચીનનો પ્રોજેક્ટ છે. આ વિવાદ બાદ ગલગોટિયા યુનિવર્સિટી તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.
ગલગોટિયા યુનિવર્સિટીનું સામ્રજ્ય
ગલગોટિયા યુનિવર્સિટીના સ્થાપક સુનીલ ગલગોટિયા છે. ગલગોટિયા યુનિવર્સિટીની સ્થાપના 2011માં કરાઇ હતી. વર્તમાન સમયમાં તેના સીઇઓ ધ્રુવ ગલગોટિયા છે. જેઓ સુનીલ ગલગોટિયાના પુત્ર છે. ગલગોટિયા યુનિવર્સિટી ગ્રેટર નોઇડાના યમુના એક્સ્પેસવે પાસે છે. જ્યાં પોસ્ટ ગ્રેજુએટ અને પીએચડી સુધીનો અભ્યાસ થાય છે. ગલગોટિયા પરિવારનું સામ્રજ્ય વધુ મોટું ન હતુ. દિલ્હીમાં ગલગોટિયા પરિવારની પુસ્તકની દુકાન હતી. 1930માં તેમના પરિવારની કનોટ પ્લેસમાં 'ઇડી ગલગોટિયા એન્ડ સન્સ' નામથી બુક શોપ હતી. આ દુકાનથી લઇને ગલગોટિયા યુનિવર્સિટી સુધી તેઓએ મોટો પ્રવાસ ખેડ્યો છે.
વિવિધ પુસ્તકોનું પ્રકાશન
સુનીલ ગલગોટિયાએ શરૂઆતમાં ઘણુ સંઘર્ષ કર્યુ હતુ. તેઓએ પ્રથમ પુસ્તક 9 હજાર રૂપિયા લઇને પબ્લિશ કર્યુ હતુ. જેનું નામ 'પાવર સિસ્ટમ કંટ્રોલ એન્ડ સ્ટેબિલીટી' હતુ. બાદમાં સુનીલ ગલગોટિયાને ભારતમાં ડિસ્ટ્રીબ્યુશનની તક મળી હતી. અને તેમનો વેપાર તેજ ગતિએ આગળ વધતો હતો. સુનીલ બૈરન્સની SAT, TOEFL, GRE અને GMAT પુસ્તકો પબ્લિશ કરતા હતા.
40 વિદ્યાર્થીઓથી શરુ થયો હતો પ્રવાસ
સુનીલ ગલગોટિયાએ શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ કર્યુ હતુ. અને વર્ષ 2000માં માત્ર 40 વિદ્યાર્થીઓની સાથે ગલગોટિયા ઇસ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજીનો પાયો નાંખ્યો હતો. બાદમાં તેની ખ્યાતિમાં તેજ ગતિએ વધારો થયો હતો. બાદમાં ગલગોટિયા કોલેજ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેક્નોલોજી એન્ડ એન્જિનીયરીંગની શરૂઆત કરાઇ હતી. અને પછી 2011માં ગલગોટિયા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ગલગોટિયા યુનિવર્સિટીમાં 40 હજારથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. 40થી વધુ દેશના વિદ્યાર્થી અહીં અભ્યાસ માટે આવે છે.
આ પણ વાંચોઃ Imran Khan Shifting to Hospital: હૉસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવાર સાથે મુલાકાત કરી શકશે Imran Khan













