ઉત્તરાખંડ બાદ હવે હરિયાણામાં પણ ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન કરાશે. હરિયાણાની તમામ શાળામાં પ્રાર્થના સમયે વિદ્યાર્થીઓ ભગવદ ગીતાના શ્લોકનો પાઠ કરશે. જેની શરૂઆત 17 જુલાઇથી કરી દેવામાં આવી છે. હરિયાણા સ્કૂલ એજ્યુકેશન બોર્ડે આ સંદર્ભમાં રાજ્યની તમામ શાળાઓ માટે સૂચનાઓ આપી છે. આ અંતર્ગત હરિયાણાની તમામ શાળાઓમાં સવારની પ્રાર્થના સભા શ્રીમદ્ભવત ગીતાના શ્લોકોના પાઠથી શરૂ થશે. આધ્યાત્મિક અને નૈતિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


17 જુલાઇથી શરૂઆત

આ માટે હરિયાણા સ્કૂલ એજ્યુકેશન બોર્ડના ચેરમેન ડૉ. પ્રો. પવન કુમારે રાજ્યના તમામ સ્કૂલના વડાઓને પત્ર લખીને આ સૂચના આપી હતી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગીતાના શ્લોકોનો અભ્યાસ પણ જરૂરી છે. આ પહેલ આજે હરિયાણા સ્કૂલ એજ્યુકેશન બોર્ડ કેમ્પસમાં સ્થિત સર્વપલ્લી રાધાકૃષ્ણન લેબ સ્કૂલથી શરૂ કરવામાં આવી હતી, જ્યાં બાળકોએ પ્રાર્થના સભામાં ગીતાના શ્લોકોનું પાઠ કર્યું હતું. આ પ્રસંગે ગીતા વિદ્વાન સ્વામી જ્ઞાનાનંદે ઓનલાઈન માધ્યમથી બાળકોને આશીર્વાદ આપ્યા હતા.

ઉત્તરાખંડમાં પણ છે આ નિયમ 

ઉત્તરાખંડ સરકારે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને જ્ઞાન-વિજ્ઞાન પ્રત્યે રસ અને સમજણ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું,.. હવે રાજ્યની તમામ શાળાઓમાં સવારની પ્રાર્થના સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શ્લોક વાંચવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.  સરકારે આ સંદર્ભમાં ઔપચારિક આદેશો જાહેર કર્યો હતો. .

શાળામાં ભણાવાશે ગીતાના પાઠ

આદેશ મુજબ શાળાઓમાં દરરોજ પ્રાર્થના પછી ગીતાના ઓછામાં ઓછા એક શ્લોકનું પાઠ કરવામાં આવશે અને બાળકોને શીખવવામાં આવશે. ફક્ત શ્લોક વાંચવાનું જ નહીં, પરંતુ બાળકોને તેનો અર્થ અને વૈજ્ઞાનિક મહત્વ પણ જણાવવામાં આવશે જેથી તેની ઊંડાઈ સમજી શકે અને તેના અર્થને તેમના જીવનમાં આત્મસાત કરી શકે.માધ્યમિક શિક્ષણ નિયામક ડૉ. મુકુલ કુમાર સતીએ આ આદેશ તમામ જિલ્લાઓના મુખ્ય શિક્ષણ અધિકારીઓને મોકલ્યો છે. તેમણે સૂચના આપી છે કે બાળકોને શ્લોકો કંઠસ્થ કરાવવાને બદલે તેમને તેનો અર્થ અને મહત્વ વિશે માહિતગાર કરવામાં આવે જેથી તેઓ ગીતા સાથે બૌદ્ધિક અને ભાવનાત્મક જોડાણ બનાવી શકે.

  • Follow us on: