મધ્યપ્રદેશના કટની જિલ્લાના સ્લિમનાબાદ વિસ્તારમાં લગભગ 3.35 લાખ ટન સોનું મળી આવ્યું છે. સોનું કાઢવાની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જાહેર સુનાવણી પૂર્ણ થતાં જ, સરકાર પાસેથી પર્યાવરણીય મંજૂરી લેવામાં આવશે. મધ્યપ્રદેશના ઈમાલિયા ગામની આ સોનાની ખાણ ખૂબ મોટી છે. જે લગભગ 6.51 હેક્ટરમાં ફેલાયેલી છે.


સોનાનો અખૂટ ભંડાર

સોનાની ખાણકામનું કામ કરવા ખાનગી કંપનીઓ જશે. સોનાની ખાણમાંથી 3.4 ટન શુદ્ધ સોનું મળી શકે તેવી અપેક્ષા છે. હવે સોનાની સાથે, ચાંદી, તાંબુ અને સીસું-ઝીંક પણ ખોદવામાં આવશે. પ્રોસ્પેક્ટ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ જે મુંબઈ સ્થિત કંપની છે. સોનાની ખાણકામનું કામ મેળવવા જઈ રહી છે. આ પ્રોજેક્ટને હમણાં નહીં પરંતુ 23 ઓગસ્ટ 2023ના રોજ કેન્દ્રીય ખાણ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્યના લોકોનો વિકાસ થશે અને તેમને રોજગારની તકો મળશે. 6.51 હેક્ટરમાં ફેલાયેલી આ ખાણમાં 3.35 લાખ ટન સોનાનો અયસ્ક હોવાનો અંદાજ છે. દર વર્ષે 33,214 ટન સોનાનો અયસ્ક અને અન્ય ખનિજો અહીંથી કાઢવામાં આવશે. અહીં 6.5 હેક્ટરમાં 3.35 લાખ ટન સોનાનો અયસ્ક છે. આનાથી 3.4 ટન સોનું મળશે.

મધ્ય પ્રદેશની ધરતીમાં સોનું !

21 સપ્ટેમ્બર 2020ના રોજ, મધ્યપ્રદેશ ખનિજ વિભાગે સ્લીમાનાબાદ તાલુકાના ઇમાલિયા ગામમાં ઠાસરામાં સોનાની ખાણ સાથે તાંબુ, સીસું-ઝીંક અને ચાંદીના ખાણકામ માટે 50 વર્ષના લીઝ પર આપ્યું છે. કેન્દ્રીય ખાણ મંત્રાલયે ખાણકામનો કરાર મુંબઈ સ્થિત પ્રોસ્પેક્ટ રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશની ધરતીમાં આટલું સોનું હોવાની વાતે સમગ્ર દેશમાં ચર્ચા શરુ કરી છે. 

  • Follow us on: