આજે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ખેડૂતો અને સરકારી નોકરી કરતા લોકોને મોટી ભેટ આપવામાં આવી છે. ખેડૂતો માટે ખાસ રવિ સીઝન માટે કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી ફર્ટિલાઈઝર કંપનીઓને મોટી રાહત મળી છે.


રવિ સીઝન માટે 37,952 કરોડ રૂપિયાની સબસિડી મંજૂર

રવિ સીઝન માટે ન્યૂટ્રિયન્ટ બેઝ સબસિડીની જાહેરાત સરકારે કરી છે. જેની હેઠળ 2025ની રવિ સીઝન માટે 37,952 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. નાઈટ્રોજન પર રૂપિયા 43.02 પ્રતિ કિલો સબસિડી મળશે તો ફોસ્ફરસ પર રૂપિયા 47.96 પ્રતિ કિલો સબસિડી મળશે. પોટાસ પર રૂપિયા 2.38 અને સલ્ફર પર રૂપિયા 2.87 સબસિડી મળશે. 1 ઓક્ટોબર 2025થી આ ભાવ લાગૂ થશે.

ફર્ટિલાઈઝર કંપનીઓના શેરમાં જોવા મળી તેજી

આ સમાચાર મળતા જ ફર્ટિલાઈઝર કંપનીઓના શેર રોકેટ ગતિએ દોડ્યા છે. જેમાં ચંબલ ફર્ટિલાઈઝર 2.05 રૂપિયા વધીને 488 રૂપિયા પર પહોંચ્યો છે. ત્યારે કોરોમંડલ ઈન્ટરનેશનલના શેરનો ભાવ 2234.80 રૂપિયા પર જોવા મળ્યો છે. આ સિવાય ફેર્ટ અને કેમ, દિપક ફર્ટિલાઈઝર, મદ્રાસ ફેર્ટના શેરમાં પણ તેજી જોવા મળી છે.

8મા કેન્દ્રીય પગાર પંચને આપવામાં આવી મંજૂરી

તમને જણાવી દઈએ કે આ સાથે જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 8મા કેન્દ્રીય પગાર પંચની શરતોને મંજૂરી આપી દીધી છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના સંદર્ભ શરતો અને સમયગાળો વડાપ્રધાન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. કમિશનની ભલામણમાં સંરક્ષણ સેવાઓના કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોને આવરી લેવામાં આવશે.


  • Follow us on: