12 ઓક્ટોબર 2026ના રોજ દેશ અને વિદેશમાં અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓ બનવા જઈ રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઇન્ડિયા બ્લોક સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરશે. અમદાવાદમાં BRICS રમતોનું આયોજન થશે અને હિમાચલના કેલોંગમાં આરોગ્ય ક્ષેત્રે નવો શિલાન્યાસ થશે. આ સિવાય ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી, પાટણ અને મોડાસામાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન, અને વિશ્વ સંધિવા દિવસ જેવા મહત્વના કાર્યક્રમો યોજાશે.

દિલ્હીમાં ઇન્ડિયા બ્લોક અને રાહુલ ગાંધીની વિરોધ કૂચ

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ નોંધાવવા ઇન્ડિયા બ્લોકના પ્રતિનિધિઓ સાંજે 4 વાગ્યે CJI સૂર્યકાંતને આવેદનપત્ર સોંપશે. આ સાથે જ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ 12 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ સુધી એક ભવ્ય વિરોધ કૂચનું આયોજન કર્યું છે. તેમણે તમામ નાગરિકોને પક્ષ, જ્ઞાતિ અને સમુદાયથી ઉપર ઉઠીને આ કૂચમાં જોડાવા અપીલ કરી છે.

વંદે માતરમ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

વંદે માતરમના 6 અંતરા ગાવા ફરજિયાત કરવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો, જેની મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે.

NHRCનો 33મો સ્થાપના દિવસ

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) વિજ્ઞાન ભવન ખાતે પોતાનો 33મો સ્થાપના દિવસ ઉજવશે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત મુખ્ય અતિથિ તરીકે હાજર રહીને સંબોધન કરશે.

અમદાવાદમાં BRICS રમતોનું ભવ્ય આયોજન

કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 'BRICS ટ્રેડિશનલ અને ઈન્ડીજીનસ સ્પોર્ટ્સ ડિમોન્સ્ટ્રેશન ગેમ્સ 2026'નું ઉદ્ઘાટન કરશે.

PMDDKY ની પ્રથમ વર્ષગાંઠ અને એવોર્ડ વિતરણ

'પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના'ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને સી. આર. પાટીલ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જિલ્લાઓને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવશે.

હિમાચલમાં આરોગ્ય ક્ષેત્રે મોટું પગલું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડા હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાના કેલોંગ ખાતે 'ICMR ના હાઇ અલ્ટીટ્યુડ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ રિસર્ચ સેન્ટર' (ICMR-CHAMP) નો શિલાન્યાસ કરશે.

સુરતમાં નાસિરનગર ડીમોલેશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી

સુરતના ચર્ચિત નાસિરનગર ડીમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં અગત્યની સુનાવણી યોજાશે.

ગુજરાતમાં નવરાત્રિ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ

નવરાત્રિના બીજા નોરતે વડોદરાના રાજવી પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસ અને બુલેટ રાસ સહિતની વિશેષ ગરબા પ્રસ્તુતિઓ યોજાશે.

વડોદરામાં ફી મુદ્દે વાલીઓનો દેખાવ

શાળા દ્વારા એલસી (LC) આપવા માટે ભારે ફી મંગાતા વાલીઓ સોનું ગીરો મૂકવા મજબૂર બન્યા છે, જેના વિરોધમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન DEO કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.

પાટણ કોંગ્રેસની 'વોટ બચાવો, દેશ બચાવો' પદયાત્રા

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા લોકશાહી અને મતદાનના અધિકારોના રક્ષણ માટે ગાંધી પ્રતિમા સુધી ભવ્ય વિરોધ પદયાત્રા યોજાશે, જેમાં પ્રદેશ અને જિલ્લાના આગેવાનો હાજર રહેશે.

અરવલ્લીમાં વોટચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસની રેલી

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ચાર રસ્તાથી બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સુધી ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા

જૂનું બિલ્ડિંગ જર્જરિત થતાં ભાડાના મકાનમાં ખસેડાયેલી બનાસકાંઠા જિલ્લા પંચાયતની નવી જગ્યાએથી પ્રથમ સાધારણ સભા યોજાશે.

વિશ્વ સંધિવા દિવસ

દર વર્ષે 12 ઓક્ટોબરે આર્થરાઇટિસ એટલે કે સંધિવા અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. 1996માં પ્રથમ વાર ઉજવાયેલા આ દિવસનો મુખ્ય હેતુ સાંધાના સોજા અને પીડા અંગે લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ ફેલાવવાનો છે.

12 ઓક્ટોબરની ઐતિહાસિક ઘટનાઓ

  • 1860 - બ્રિટિશ અને ફ્રેન્ચ દળોએ ચીનની રાજધાની બેઇજિંગ પર કબજો કર્યો.
  • 1992 - ઇજિપ્તની રાજધાની કૈરોમાં ભૂકંપને કારણે લગભગ 510 લોકોના મૃત્યુ થયા.
  • 1997 - અલ્જેરિયાના સીદી દાઉદમાં 43 લોકોનો નરસંહાર થયો.
  • 1999 - પાકિસ્તાનમાં લશ્કરી બળવા પછી જનરલ પરવેઝ મુશર્રફ સત્તા પર આવ્યા.
  • 1999 - સંયુક્ત અવકાશ સંશોધન વાહન ગેલિલિયો ગુરુના જ્વાળામુખી ચંદ્ર I.O.K ની નજીક પહોંચ્યું.
  • 2000 - અવકાશયાન ડિસ્કવરી ફ્લોરિડાથી અવકાશમાં છોડવામાં આવ્યું.
  • 2001 - સંયુક્ત રાષ્ટ્ર અને તેના મહાસચિવ કોફી અન્નાનને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ.
  • 2002 - પાકિસ્તાનમાં ચૂંટણીમાં ધાંધલીના આક્ષેપો અને બાલી નાઈટ ક્લબ બોમ્બ વિસ્ફોટમાં 202 લોકોના મોત.
  • 2004 - પાકિસ્તાને ગોરી-1 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
  • 2007 - પૂર્વ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ એલ્ગોર અને IPCC ને સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો.
  • 2008 - યુપી સરકારે રાયબરેલીમાં રેલ કોચ ફેક્ટરી માટે આપેલી 500 એકર જમીન પરત લીધી.
  • 2008 - કેરળના સિસ્ટર આલ્ફોન્સા ભારતની પ્રથમ મહિલા સંત બન્યા.
  • 2014 - ઇવો મોરાલેસ બોલિવિયાના ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા.

12 ઓક્ટોબરના રોજ મહાન હસ્તીની જન્મજયંતિ

  • 1864 - કામિની રોય - બંગાળી કવિ, સામાજિક કાર્યકર્તા અને નારીવાદી મહિલા.
  • 1888 - પેરીન બેન - ભારતીય ક્રાંતિકારી અને ગાંધીજીના અનુયાયી.
  • 1894 - અકબર હૈદરી - ભારતીય નાગરિક સેવક અને રાજકારણી.
  • 1908 - આત્મારામ - પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક.
  • 1911 - વિજય મર્ચન્ટ - ડોન બ્રેડમેનના યુગના ભારતીય ક્રિકેટ ખેલાડી.
  • 1919 - વિજયારાજે સિંધિયા - ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા.
  • 1935 - શિવરાજ પાટીલ - પંજાબના ભૂતપૂર્વ રાજ્યપાલ અને લોકસભા અધ્યક્ષ.
  • 1938 - નિદા ફાઝલી - પ્રખ્યાત ઉર્દૂ કવિ અને ગીતકાર.
  • 1943 - શિવનાથ મિશ્રા - પ્રખ્યાત સિતારવાદક.
  • 1963 - શિવકુમાર 'બિલગારમી' - સમકાલીન ગીતકાર અને ગઝલકાર.
  • 1980 - કિરણ મિશ્રા - પ્રખ્યાત સમાજશાસ્ત્રી.

12 ઓક્ટોબરના રોજ મહાન હસ્તીની પૂણ્યતિથિ

  • 1967 - ડો. રામ મનોહર લોહિયા - પ્રખ્યાત ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સસંદીય નેતા.
  • 1993 - પી. વેંકટસુબૈયા - બિહાર અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ.


આ પણ વાંચો: 11 October Top News: રાહુલ ગાંધીનું મોટું એલાન, 'મોટી રાજકીય ભૂલ', વિરોધથી વેપારને ફટકો!