દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામના સુશાંત લોક વિસ્તારમાં ગુરુવારે અડધી રાત્રે પોલીસ અને બદમાશો વચ્ચે કંપારી છૂટી જાય તેવી અથડામણ થઈ હતી. હરિયાણા પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ભારે સતર્કતા દાખવીને કુખ્યાત 'દીપક નાંદલ ગેંગ'ના ચાર શૂટર્સને ઘટનાસ્થળે જ ઠાર કરી દીધા છે.
અંધાધૂંધ ફાયરિંગમાં એક શૂટર ગંભીર રીતે ઘાયલ
આ સામસામે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક શૂટર ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે બદમાશોનો સામનો કરતી વખતે ત્રણ પોલીસકર્મીઓ પણ જખમી થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમને ગુપ્ત માહિતી મળી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે દીપક નાંદલ ગેંગના કેટલાક રીઢા શૂટર્સ કોઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવાના ઈરાદાથી સુશાંત લોક વિસ્તારમાં સક્રિય થયા છે. બાતમી મળતાં જ પોલીસે રાત્રિના અંધકારમાં વિસ્તારની ઘેરાબંદી શરૂ કરી હતી.ૉ
https://twitter.com/ANI/status/2075389904738250915
60 રાઉન્ડ ગોળીબાર
પોતાની જાતને પોલીસથી ઘેરાયેલી જોઈને બદમાશોએ બચવા માટે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે પણ સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં ચાર શૂટર્સ માર્યા ગયા હતા. પોલીસ અને ગુનેગારો વચ્ચે અંદાજે 60 રાઉન્ડ ગોળીબાર થયા હતા
અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, મુખ્ય ગેંગસ્ટર દીપક નાંદલ વિદેશમાં બેસીને ભારતમાં પોતાની ગેંગ ઓપરેટ કરે છે. માર્યા ગયેલા આ તમામ શૂટર્સ દિલ્હી-NCRમાં હત્યા, લૂંટ, ખંડણી અને સોપારી જેવા અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા.
NCRમાં સક્રિય ગેંગસ્ટર નેટવર્કને મોટો ફટકો
પોલીસે એન્કાઉન્ટરના સ્થળેથી મોટી માત્રામાં અત્યાધુનિક વિદેશી હથિયારો અને જીવતા કારતૂસ રિકવર કર્યા છે. આ સફળ ઓપરેશનને કારણે NCRમાં સક્રિય ગેંગસ્ટર નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં