મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને દિલ્હી અને મુંબઈમાં વિરોધ પ્રદર્શનથી રાજકીય ગરમાવો વધ્યો છે. દિલ્હીના જંતર-મંતર નજીક SIR એટલે કે મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓના આક્ષેપોને લઈને વિરોધ કરી રહેલા 500થી વધુ લોકોને પોલીસે અટકાયતમાં લીધા છે. આ કાર્યવાહી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો પણ સામેલ હતા.

મુંબઈમાં પણ વિરોધનું આયોજન

દિલ્હી બાદ મુંબઈના શિવાજી પાર્કમાં પણ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન માટે પોલીસની મંજૂરી ન હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. દાદર અને શિવાજી પાર્ક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારીને બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.

https://twitter.com/ANI/status/2105995964335215010 


મુંબઈમાં સીજેપી સામે પણ વિરોધ

મુંબઈમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ વચ્ચે પોતાને ‘જેન નેક્સ્ટ મુંબઈ’ના સભ્યો ગણાવતા એક જૂથે પણ CJPના પ્રદર્શન સામે વિરોધ નોંધાવ્યો હતો. આ રીતે મુંબઈમાં એક જ મુદ્દે અલગ-અલગ જૂથો દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી.


https://twitter.com/ANI/status/2105977832979759264 


જંતર-મંતર તરફ જતા રસ્તે પોલીસનો કાફલો

દિલ્હીમાં પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને મંજૂરી ન મળતા જંતર-મંતર તરફ જતા રસ્તાઓ પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને રોકવામાં આવ્યા હતા અને અનેક લોકોને બસોમાં બેસાડીને અલગ-અલગ પોલીસ સ્ટેશનો તરફ લઈ જવામાં આવ્યા હતા. AAPના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજ સહિત અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

નવી દિલ્હીમાં કલમ 163 લાગુ

વિરોધને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી જિલ્લામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSSની કલમ 163 હેઠળ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. મંજૂરી વિના સભા, સરઘસ, ધરણા અને પ્રદર્શન પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં દિલ્હી પોલીસ તથા અન્ય સુરક્ષા દળોની મોટી તૈનાતી કરવામાં આવી હતી.

12 મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી-એક્ઝિટ બંધ

સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મધ્ય દિલ્હીના મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પણ બંધ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં 11 સ્ટેશનોના એન્ટ્રી-એક્ઝિટ બંધ કરવામાં આવ્યા હતા અને બાદમાં બારાખંબા સ્ટેશન ઉમેરાતા સંખ્યા 12 થઈ હતી. કેટલાક સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા ચાલુ રાખવામાં આવી હતી.

પ્રદર્શનકારીઓએ શું માંગ કરી?

વિરોધ કરી રહેલા સંગઠનો ચૂંટણી પંચની કામગીરી અને SIR પ્રક્રિયાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે મતદાર યાદીની સમીક્ષા દરમિયાન મોટી સંખ્યામાં મતદારોના નામ અંગે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બીજી તરફ ચૂંટણી પંચનું વલણ છે કે SIRનો હેતુ મતદાર યાદીમાં રહેલી ડુપ્લિકેટ અને અયોગ્ય એન્ટ્રીઓને દૂર કરવાનો છે.

ચૂંટણી પંચનું શું કહેવું છે?

SIRને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે ચૂંટણી પંચે અગાઉ જણાવ્યું છે કે કમિશનના નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યા છે. બીજી તરફ વિરોધ કરી રહેલા રાજકીય પક્ષો અને સંગઠનો પ્રક્રિયાની પારદર્શિતા અને મતદાર યાદી સાથે જોડાયેલા મુદ્દાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. 


આ પણ વાંચો  :   Flydubai : " માન ગયે ગુરુ...જે રીતે પ્લેન નીચે આવતું હતું તેને હેન્ડલ કરવું કોઇ ચમત્કારથી ઓછું નથી " સ્મિત મચ્છરના ગુરુ પણ...