પંજાબમાં શ્રેણીબદ્ધ ગ્રેનેડ હુમલાઓ માટે જવાબદાર કુખ્યાત ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવી રહ્યો છે. પાસિયાની એપ્રિલમાં યુએસમાં અટકાયત કરવામાં આવી હતી. હાલ તે હાલમાં ICE કસ્ટડીમાં છે. તેણે પંજાબમાં 14 થી વધુ આતંકવાદી હુમલાઓને અંજામ આપ્યો છે. NIA એ તેની પર 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.આતંકવાદી હેપ્પી પાસિયાને ખૂબ જ ટૂંક સમયમાં અમેરિકાના સેક્રામેન્ટોથી ભારત લાવવામાં આવશે. 


પંજાબમાં અનેક ગુનાઓને આપ્યો છે અંજામ

મહત્વનું છે કે પાકિસ્તાન આઇએસઆઇ અને આતંકી રિન્દા અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે મળીને પંજાબમાં અનેક આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. ગત 17 એપ્રિલે હેપ્પી પાસિયાને અમેરિકામાં કસ્ટડીમાં લેવાયો હતો. હેપ્પી પાસિયાએ વર્ષ 2024 અને 2025માં પંજાબ પોલીસને ટાર્ગેટ બનાવી અને પંજાબના અનેક પોલીસ સ્ટેશનો પર હેન્ડ ગ્રેનેડથી હુમલા કરાયા હતા અને પાછુ તે હુમલાની જવાબદારી સ્વીકારતો હોવાની પોસ્ટ પણ કરી હતી.  

ક્યાં અને ક્યારે થયા હુમલા ?

  • 27 નવેમ્બરના રોજ પંજાબના ગુરબક્ષ નગરમાં એક પોલીસ ચોકી પર ગ્રેનેડ વિસ્ફોટ થયો.
  • 2 ડિસેમ્બરના રોજ એસબીએસ નગરના કાઠગઢ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ વિસ્ફોટ થયો. આ કેસમાં પણ પોલીસે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી હથિયારો જપ્ત કર્યા.
  • 4 ડિસેમ્બરના રોજ મજીઠા પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ વિસ્ફોટ થયો ત્યારે પોલીસે તેને હુમલો માનવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે તેમના એક કર્મચારીની બાઇકનું ટાયર ફાટી ગયું હતું. જોકે, આ વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય બિક્રમ મજીઠિયાએ પોલીસ સ્ટેશનના ચિત્રો સાથે તેને આતંકવાદી ઘટના ગણાવી હતી.
  • 13 ડિસેમ્બરના રોજ અલીવાલ બટાલા પોલીસ સ્ટેશનમાં ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. હેપ્પી પાસિયા અને તેમના સાથીએ આ ઘટનાની જવાબદારી પણ લીધી હતી. આ ઘટનાને રાત્રે પણ અંજામ આપવામાં આવ્યો હતો.
  • 17 ડિસેમ્બરના રોજ ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશનમાં ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. જ્યારે આ સમાચાર ફેલાતા, ત્યારે પોલીસ કમિશનર અને સ્થાનિક પોલીસે તેને વિસ્ફોટ ન ગણાવ્યો, પરંતુ બપોરે ડીજીપી પંજાબ પોતે અમૃતસર પહોંચ્યા અને તેમણે સ્વીકાર્યું કે તે આતંકવાદી ઘટના હતી અને બોમ્બ વિસ્ફોટ થયો હતો.
  • 19 જાન્યુઆરીએ અમૃતસરના ગુમટાલા ચોકીમાં વિસ્ફોટ થયો હતો. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલે તેની જવાબદારી લીધી હતી.
  • 16 જાન્યુઆરીએ અમૃતસર જિલ્લાના જયંતીપુર ગામમાં દારૂના વેપારી અમનદીપ જયંતીપુરિયાના ઘર પર ગ્રેનેડ હુમલો થયો હતો.
  •  ૩ ફેબ્રુઆરીએ આતંકવાદીઓએ અમૃતસરમાં પોલીસ ચોકીને નિશાન બનાવી હતી. આ પણ ઓછી તીવ્રતાનો વિસ્ફોટ હતો અને પોલીસે તેને ગ્રેનેડ હુમલો માનવાનો ઇનકાર કર્યો હતો.
  • 14 ફેબ્રુઆરીએ ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકમાં એક પોલીસકર્મીના ઘરને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
  • 15 માર્ચે અમૃતસરના ઠાકુર દ્વાર મંદિર પર હુમલો થયો હતો. આરોપી ગુરસિદક સિંહ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
  • સૂત્રો કહે છે કે હેપ્પી પાકિસ્તાન ISIના ઉચ્ચ સ્તરના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો અને ખાલિસ્તાની આતંકવાદી જૂથો પણ તેને ઘણી મદદ કરી રહ્યા છે જેથી પંજાબનું વાતાવરણ બગાડી શકાય.


  • Follow us on: