નિર્ભયનો પગ અચાનક લપસી ગયો અને તે ઊંડા ખુલ્લા ટ્યુબવેલમાં પડી ગયો હતો. ત્યાર બાદ બચાવકાર્ય શરુ કરાયુ હતુ.
સેનાએ જવાબદારી સંભાળી
બોરવેલ દુર્ઘટનાની માહિતી મળતાં, વહીવટી સ્ટાફ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા અને બોરવેલની ઊંડાઈને ધ્યાનમાં રાખીને, ડેપ્યુટી કમિશનરે વ્યક્તિગત રીતે બચાવ કાર્યનો હવાલો સંભાળ્યો અને બાદમાં સેનાને મોર્ચો સંભાળ્યો હતો. અકસ્માત સમયે પરિવારના સભ્યો નજીકમાં હતા. બાળક બોરવેલમાં પડતાં જ હોબાળો મચ્યો હતો.
સ્થળ પર મુખ્ય વ્યવસ્થા કરવામાં આવી
બોરવેલની અંદર બાળકને ઓક્સિજન પહોંચાડવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ સાથે ડોકટરોની એક ખાસ ટીમ તૈનાત છે. બોરવેલની અંદર લગાવેલા કેમેરાનો ઉપયોગ કરીને બાળકની સ્થિતિ અને ગતિવિધિઓનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, સેના અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
બાળકને બચાવવા માટે કરાયેલી મુખ્ય વ્યવસ્થાઓ
ઓક્સિજન સપ્લાય: બોરવેલની અંદર માસૂમ બાળક સુધી ઓક્સિજન પહોંચાડવા માટે તાત્કાલિક પાઇપલાઇન ઉતારવામાં આવી છે.
કેમેરાથી નજર: બોરવેલની અંદર સ્પેશિયલ નાઇટ-વિઝન કેમેરા ઉતારીને બાળકની સ્થિતિ અને તેની હલચલ પર સતત વોચ રાખવામાં આવી રહી છે.
મેડિકલ ટીમ તૈનાત: ડૉક્ટરોની એક વિશેષ ટીમ એમ્બ્યુલન્સ અને તમામ કટોકટીની દવાઓ સાથે ઘટનાસ્થળે ખડેપગે હાજર છે.
આ પણ વાંચોઃ ઈરાન ડીલમાંથી અમેરિકાને બહાર રાખવા સાઉદી-કતારનો સિક્રેટ પ્લાન, જાણો શું છે વ્યૂહરચના?













