કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર કહ્યુ કે તેમણે હેલ્થને કારણે રાજીનામું આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે તે સંવૈધાનિક પદ પર હતા અને એ પ્રમાણે તેમણે સારૂં કામ કર્યુ છે. આ ઉપરાંત, તેમણે બંધારણના ૧૩૦મા સુધારા વિશે પણ વાત કરી અને કહ્યું કે ધરપકડ કરાયેલા પીએમ-સીએમને હટાવવા સંબંધિત બિલ પસાર કરવામાં આવશે.


અમિત શાહે આલોચનાઓ પર જવાબ આપીને સ્પષ્ટ કર્યુ કે જગદીપ ધનખડ સંવૈધાનિક પદ પર હતા અને તેમણે સારૂં કામ કર્યુ છે. તેમણે એમ પણ કહ્યુ કે જ્યાં સુધી રાજીનામાનો સવાલ છે તો તેમણે પોતાના અંગત સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યુ છે. તેમણે કહ્યુ કે, તેને વધારે ખેંચવાની અને બીજી કોઈ દિશામાં જોવાની જરૂર નથી.

અંગત કારણો સર આપ્યુ રાજીનામું

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઇએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. આ સંદર્ભમાં, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને કહ્યું કે તેઓ સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપી રહ્યા છે.તેમના અચાનક રાજીનામાને કારણે રાજકારણની ગલીઓમાં આ ચર્ચા સતત રહી કે આખરે તેમણે પોતાના પદ પરથી અચાનક રાજીનામું કેમ આપ્યું? છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર પણ આ સવાલ ઉઠી રહ્યા છે કે રાજીનામા બાદ જગદીપ ધનખડ ક્યા છે?

વિપક્ષ પર કર્યા પ્રહાર

અમિત શાહે ધનખડ પર વાત કરવા સિવાય કોંગ્રેસ અને વિપક્ષ પર પણ તીખા હુમલા કર્યા, તેમણે કહ્યુ કે 130માં સંવિધાન સંશોધન બિલનો વિરોધ કરવા પાછળ વિપક્ષની નિયત સાફ નથી. શાહે રાહુલ ગાંધી, કોગ્રેંસ અને વિપક્ષની રાજનીતિ પર અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર કર્યો કટાક્ષ

ગૃહમંત્રી અમિત શાહે કટાક્ષ કરતા કહ્યુ કે આજે પણ વિપક્ષની કોશિશ એ જ છે કે જો તે ક્યારેય જેલ જાય તો ત્યાંથી જ સરકાર ચલાવી શકે. તેમણે વિપક્ષની મંશા પર વાત કરતા કહ્યુ કે તે ઇચ્છે છે કે જેલને જ સીએમ હાઉસ, પીએમ હાઉસ બનાવવામાં આવે અને જેલ માંથી જ ડીજીપી, મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ અથવા ગૃહ સચિવને આદેશ આપવા જોઈએ.


  • Follow us on: