દિલ્હી પોલીસે રવિવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલામાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. અધિકારીઓનું કહેવુ છે કે આ આરોપીની ઓળખ મુખ્ય આરોપી રાજેશ ખિમજીના મિત્ર તરીકે થઇ છે. બુધવારે સિવિલ લાઇન્સ સ્થિત પોતાના કેમ્પ કાર્યાલયમાં સીએમ પર હુમસો થયો હતો. જે મામલે રાજેશ ખિમજીનો મિત્ર તહસીન સૈયદની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ શુક્રવારે રાત્રે પૂછપરછ માટે રાજકોટથી દિલ્હી લઇ જવાયો હતો અને રવિવારે તેની ધરપકડ કરી.


શું છે તહસીનનો રોલ ? 

ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિલ્હી પોલીસની ટીમ રાજકોટ પહોંચી હતી. જ્યાં રાજેશનો મિત્ર તહસીન, જિગ્નેશ અને ચિરાગ સહિત 5 લોકોની પૂછપરછ કરવામાં આવી. જેમાં તહસીન ઉર્ફે બપુને પોલીસ દિલ્હી લઇને આવી. તહસીન રાજેશનો 15 વર્ષ જૂનો મિત્ર છે. તહસીને દિલ્હીમાં રાજેશને 2000 રૂપિયા મોકલ્યા હતા. આ ઉપરાંત પહેલા પણ તે પૈસા મોકલતો જ હતો. જો કે હુમલામાં તેનો શું રોલ હતો. તેને લઇને પૂછપરછ કરવામાં આવશે. શક્ય એ પણ છે કે રાજેશ અને તહસીનને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી શકે. 

મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હતો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બે દિવસ પહેલાં જ્યારે તેમની કેમ્પ ઓફિસમાં લોકોની ફરિયાદો સાંભળી રહ્યા હતા ત્યારે રાજકોટનો રાજેશ ખીમજી સાકરીયા પણ ત્યાં પહોંચ્યો હતો અને તેણે શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલી દેવા મામલે અસંતોષ પ્રગટ કરીને મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં તેણે વિચીત્ર વાર્તાઓ પોલીસને સંભળાવી

જો કે પોલીસ પૂછપરછમાં તેણે વિચીત્ર વાર્તાઓ પોલીસને સંભળાવી હતી. જો કે પોલીસે તેની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી અને તેનો મોબાઇલ જપ્ત કર્યો હતો. તેના મોબાઇલ ફોનમાંથી કેટલાક શંકાસ્પદ ફોન નંબર પણ પોલીસને મળ્યા હતા જેમની સાથે રાજેશ સંપર્કમાં હોવાનું જણાયું હતું.

રાજેશ સાથે નીકટતા ધરાવનારા 5 લોકોની પોલીસે પૂછપરછ કરી

તપાસ કરવા માટે દિલ્હી પોલીસની એક ટીમ રાજકોટ પણ પહોંચી હતી અને રાજેશ સાથે સાંઠગાંઠ ધરાવનારા અથવા તેની સાથે સંપર્કમાં રહેનારા લોકોની પૂછપરછ કરી હતી. રાજેશ સાથે નીકટતા ધરાવનારા 5 લોકોની પોલીસે પૂછપરછ કરી હતી જેમાં રાજેશને 2 હજાર રુપિયા મોકલનારા તહેસીન સૈયદ નામના શખ્સને વધુ તપાસ માટે દિલ્હી લઇ જવાયો છે. દિલ્હી પોલીસની તપાસમાં હજું વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.


  • Follow us on: