દિલ્હી સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ ખિમજી પોલીસ રિમાન્ડ પર છે. તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પરંતુ હવે સીએમ રેખા ગુપ્તાની સુરક્ષામાં પણ ફેરફાર કરાયો છે. સીએમનો કાર્યક્રમ જનસુનવાઇ દરમિયાન પણ સુરક્ષામાં ફેરફાર કરાયો છે. જેમાં એ વાતનું ખાસ ધ્યાન રખાયુ છેકે કોઇ સીએમની નજીક ન આવે. જનસુનવાઇ કાર્યક્રમમાં પહેલા ફરિયાદને વેરિફાઇ કરાશે પછી જ સીએમ તેની પર પ્રતિક્રિયા આપશે.


સીએમની સિક્યોરિટીમાં ફેરફાર 

જનસભા દરમિયાન થયેલા હુમલા બાદ સીએમને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે. આ સુરક્ષા પ્રભાર સીઆરપીએફએ દિલ્હી પોલીસ પાસેથી લીધો છે. આ ઉપરાંત સીએમના ઘરમાં પ્રવેશ કરવા માટે આધારકાર્ડ અનિવાર્ય કરી દેવાયું છે. મુખ્યમંત્રી જન સેવા સદનમાં સીઆરપીએફના કમાન્ડોઝ તૈનાત કર્યા છે. જો કે રેખા ગુપ્તા સીએમ આવાસથી બહાર નીકળશે ત્યારે જે સુરક્ષા છે તેમનાં કોઇ ફેરફાર નહી થાય. સીએમ રેખા ગુપ્તાને મળ્યા બાદ કેબિનેટ મંત્રી કપિલ મિશ્રાએ કહ્યું કે સીએમ ઘરેથી જ કામ કરી રહ્યા છે. તેઓને હાલ આરામની જરૂર છે. સીએમને શારિરીક ક્ષતિ પહોંચી છે અને તેઓ માનસિક રીતે પણ આઘાત પામ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલય આવ્યુ હરકતમાં 

મહત્વનું છે કે સીએમ પર હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તાત્કાલિક હરકતમાં આવ્યું અને મુખ્યમંત્રીની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો. રેખા ગુપ્તાને દિલ્હી પોલીસ દ્વારા પહેલાથી જ 'Z પ્લસ' શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. આ અંતર્ગત મુખ્યમંત્રીની સુરક્ષા માટે કુલ 58 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તેમાં બે સ્કાઉટ, એક પાયલોટ, એક બુલેટ રેઝિસ્ટન્ટ કાર અને સુરક્ષા કર્મચારીઓનો કાફલો શામેલ છે. આ ઉપરાંત ઘરે વધારાની સુરક્ષા આપવામાં આવી છે. હવે તેમની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસની સાથે CRPF કમાન્ડો દ્વારા પણ કરવામાં આવશે.

સીએમ હાઉસમાં પણ સુરક્ષા 

સીએમ નિવાસસ્થાને પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે કોઈને પણ તપાસ કર્યા વિના અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. સીએમ હાઉસમાં કામ કરતા ડઝનબંધ કામદારોને પણ બહાર રોકવામાં આવ્યા હતા. ફક્ત તે લોકોને જ અંદર જવા દેવામાં આવ્યા હતા જેમની પાસે આધાર કાર્ડ હતું અને તેમના રેકોર્ડ હાજર હતા.

  • Follow us on: