હવામાન સાફ થયા પછી, હેલિકોપ્ટર હેલિપેડથી ભોપાલ માટે રવાના થયું હતુ. ટેકઓફ કર્યાના થોડા સમય પછી, હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યા આવી હતી.
હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ
ટેકઓફ કર્યા પછી તરત જ જયપુરના ગ્રામીણ વિસ્તારમાં ટેકનિકલ સમસ્યાને કારણે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. હેલિકોપ્ટર જયપુરથી ભોપાલ જઈ રહ્યું હતું. રાયસર વિસ્તારના વામનવતી ગામ પાસે ઇમરજન્સી લેન્ડિંગ થયું. સદનસીબે, કોઈને ઈજા થઈ નથી. પાયલટ અને કો-પાયલટ સુરક્ષિત છે. હેલિકોપ્ટરના અચાનક લેન્ડિંગથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળતાં જ પોલીસ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
અગાઉ પણ બની ચુકી છે આવી ઘટના
ગયા વર્ષે ડિસેમ્બરમાં, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માના હેલિકોપ્ટરનું પણ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી જયપુરથી પૂંછરીના લૌથા જઈ રહ્યા હતા. તેઓ ત્યાં એક મંદિરમાં દર્શન કરવાના હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર લેન્ડિંગ થઈ શક્યું નહીં. ત્યારબાદ હેલિકોપ્ટરને આગ્રા એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી ભજન લાલ શર્મા તેમની પત્ની ગીતા શર્મા અને પુત્ર અભિષેક શર્મા સાથે હતા.
આ પણ વાંચોઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઝૂંપડું બાંધવા બદલ મૃત્યુદંડ, હિન્દુ ખેડૂતની કરાઇ હત્યા
