હત્યાની ઘટનાથી હિન્દુ સમુદાયમાં વિરોધ જોવા મળ્યો હતો. દબાણ બાદ પોલીસે આરોપી મકાન માલિક સરફરાઝ નિઝામાની અને તેના સાથીની ધરપકડ કરી હતી.

હિન્દુ ખેડૂતની હત્યા કરાઇ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 23 વર્ષીય હિન્દુ ખેડૂત કૈલાશ કોહલીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મકાન માલિકે તેને ફક્ત એટલા માટે ગોળી મારી હતી કારણ કે તે તેની જમીન પર એક નાની ઝૂંપડી બનાવી રહ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાયો હતો અને હિન્દુ સમુદાય દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

હત્યાની ઘટનાથી હાહાકાર

આ ઘટના સિંધના બદીન જિલ્લાના તલ્હાર ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કૈલાશ કોહલી જમીન માલિક સરફરાઝ નિઝામાનીનો હોવાનું માનવામાં આવતી જમીન પર આશ્રયસ્થાન બનાવી રહ્યો હતો. આના કારણે બંને વચ્ચે વિવાદ થયો. ગુસ્સામાં નિઝામાનીએ કૈલાશને ગોળી મારી હતી. કૈલાશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતુ.

છ દિવસ પછી આરોપીની ધરપકડ

ઘટના પછી, આરોપી સરફરાઝ નિઝામાની ઘટના સ્થળેથી ભાગી ગયો અને ઘણા દિવસો સુધી છુપાયો રહ્યો હતો. બદિનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કમર રઝા જસ્કાનીએ જણાવ્યું હતું કે, આરોપીને પકડવા માટે ખાસ પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે હૈદરાબાદના ફતેહ ચોક વિસ્તારમાંથી સરફરાઝ નિઝામાની અને તેના સાથી ઝફરઉલ્લાહ ખાનની ધરપકડ કરી હતી. કૈલાશની હત્યાથી પાકિસ્તાનના સિંધમાં હિન્દુ સમુદાયમાં વ્યાપક ગુસ્સો ફેલાયો હતો.

આ પણ વાંચોઃ Ankita Bhandari Case: CBI તપાસનો આદેશ આપ્યા પછી પણ ઉત્તરાખંડ કેમ રહ્યું બંધ, જાણો શું છે કારણ? 

  • Follow us on: