લગ્ન પ્રસંગમાં થયેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે આસપાસના મકાનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યુ છે.

ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી હાહાકાર

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં લગ્ન સમારોહનો માહોલ માતમમાં ફેરવાયો હતો. પ્રસંગ દરમિયાન ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 8ના મોત અને 11 લોકો ઘાયલ થયા હતા. સેક્ટર જી7/2માં સ્થિત ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં દુલ્હા-દુલ્હન સહિત 8 લોકોના મોત થયા હતા. લગ્ન પ્રસંગમાં થયેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે આસપાસના મકાનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યુ છે. રાહત અને બચાવકાર્ય તુરંત શરુ કરવામાં આવ્યુ હતુ.

ઘાયલોને તુરંત સારવાર અપાઇ

ઇસ્લામાબાદમાં ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ રેસ્કયૂ ટીમે કાટમમાળ નીચેથી 19 લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને પાકિસ્તાન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરાયા હતા. PIMSના પ્રવક્તા ડૉ.અનીજા જલાલે કહ્યુ હતુ કે, હૉસ્પિટલમાં તમામ સ્ટાફને સતર્ક કરવામાં આવ્યા હતા. ઘાયલોને તુરંત સારવાર અપાઇ રહી છે. ઇસ્લામાબાદના અતિરિક્ત ડિપ્ટી કમિશ્નર સાહિબજાદા યુસુફે કહ્યુ હતુ કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, ગેસ લિકેજના કારણે આ બ્લાસ્ટ થયો છે.

શિયાળામાં બ્લાસ્ટની ઘટના સામાન્ય

પાકિસ્તાનમાં શિયાળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામાન્ય છે. પ્રાકૃતિક ગેસની અછતના કારણે લોકો ગેસ સિલિન્ડર પર નિર્ભર રહે છે. અમુક વાર ખરાબ ગુણવત્તાના કારણે સિલિન્ડર અને વધુ દબાણના કારણે ગેસ લિકેજ થાય છે. જેના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે.

આ પણ વાંચોઃ Prashant Tamang Death News: પ્રશાંત તમાંગના નિધનથી સંગીત જગતમાં શોક, અગાઉ પણ નાની ઉંમરમાં ગાયકોએ દુનિયાને કહ્યુ છે અલવિદા 

  • Follow us on: