હાલમાં ઘણા પાકિસ્તાની ખેલાડીઓ બિગ બેશ લીગમાં રમી રહ્યા છે. બ્રિસ્બેન હીટના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને બીબીએલમાં ઈજા થઈ હતી, જેના કારણે ઝમાન ખાનને તેના સ્થાને પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેની એક્શન તપાસ હેઠળ છે, કારણ કે તે સિડની થંડર સામે સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયો હતો.
વોર્નરે એમ્પાયર સાથે ઝમાન ખાનની બોલિંગ એક્શન વિશે કરી વાત
BBLમાં સિડની થંડર અને બ્રિસ્બેન હીટ વચ્ચે મેચ રમાઈ હતી. બ્રિસ્બેન 7 વિકેટથી મેચ જીતી ગયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ મેચ દરમિયાન ફાસ્ટ બોલર ઝમાન ખાનની 'સ્લિંગશોટ' બોલિંગ એક્શન પર સવાલો ઉભા થયા હતા. અનુભવી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર વારંવાર ઝમાનની બોલિંગ એક્શન પર સવાલ ઉઠાવતા અને બોલરનો સામનો કર્યા પછી ઓન-ફિલ્ડ અમ્પાયર સાથે આ મુદ્દા પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
ઝમાન ખાન એક પણ વિકેટ લઈ શક્યો નહીં
બ્રિસ્બેન હીટ તરફથી રમતા ઝમાન ખાન સિડની થંડર સામે ખરાબ રીતે ફ્લોપ રહ્યો. તેને પોતાની 3 ઓવરમાં કુલ 32 રન આપ્યા, પરંતુ તેની ટીમ જીતી ગઈ. ઝમાનની આ ઘટના પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈનને લગતા જૂના વિવાદની યાદ અપાવે છે. માર્કસ સ્ટોઈનિસે વાંધો ઉઠાવ્યા બાદ હસનૈનને પણ બિગ બેશ સીઝન દરમિયાન તેમની બોલિંગ એક્શનને લઈને સવાલોનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ હસનૈનને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તેમની બોલિંગ એક્શન સુધારવા માટે તેમને લાંબી રિહેબિલિટેશન પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું હતું.
બ્રિસ્બેન હીટને મળી જીત
પહેલા બેટિંગ કરતા સિડની થંડરે 180 રન બનાવ્યા. ત્યારબાદ ઉસ્માન ખ્વાજાની મદદથી બ્રિસ્બેન હીટે 16.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધું. સિડની થંડર તરફથી કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર બોલિંગ કરી, 56 બોલમાં 82 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. બાદમાં ઉસ્માન અને મેટ રેનશોએ બ્રિસ્બેન હીટ તરફથી શાનદાર બેટિંગ કરી અને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી.
આ પણ વાંચો: 'નાના વિરાટ'ને મળ્યા પછી કિંગ કોહલીએ આપ્યું આવું રિએક્શન, ફોટોએ સ્ટાર ક્રિકેટરના બાળપણની યાદોને કરી તાજી