ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. દિબિયાપુરમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા મુસાફરોને લઈ જતી એક કાર અછલદા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલ ગંગા નહેરમાં ખાબકી ગઈ. માર્ગ અકસ્માતની ઘટના બુંદેલખંડ એક્સપ્રેસવે નજીક તુર્કપુર ગામ પાસે બનવા પામી. જયાં લગ્ન સમારોહમાં હાજરી આપીને ડસ્ટર કારમાં સવાર લોકો ભરથાણા (ઇટાવા) ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર નહેરમાં ખાબકી. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના દુઃખદ મોત થયા.
તુર્કપુર ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
તુર્કપુર ગામ પાસે અકસ્માતની જાણ થતાં જ લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા. ગંગા નહેરમાં કારને જોઈને તેમને કંઈક અઘટિત થયું હોવાની શંકા ગઈ. લોકોએ આ ઘટનાની પોલીસને જાણ કરી. દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રમણિ ત્રિપાઠી અને અધિક પોલીસ અધિક્ષક ભારે પોલીસ દળ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી, ક્રેન અને ફાયર બ્રિગેડનો ઉપયોગ કરીને કારને પાણીમાંથી બહાર કાઢી. અંદર ફસાયેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.













