દેશભરમાં ચોમાસુ પૂરજોશમાં છે. ભારે ગરમીથી લોકોને રાહત તો મળી છે પણ સાથે વરસાદથી હાલત ખુબજ ખરાબ છે ખાસ કરીને ઉત્તર ભારતમાં સ્થતિ ખુબજ ખરાબ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થયુ છે, વાદળ ફાટતા પૂરનો ખતરો છે. કેટલાક દિવસોથી પહાડી રાજ્યોમાં ઉત્તરાખંડ અને હિમાચલમાં હાહાકાર મચ્યો છે, તો મેદાની વિસ્તારો જેવા કે દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મંબઇ, બેંગલુરૂમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જનજીવન અસ્તવ્યસ્ત છે,


દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરથી ભયંકર તબાહી 

દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરથી ભયંકર તબાહી મચી છે. હિમાચલમાં 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. કિન્નોર અને લાહૌલ-સ્પીતિ સિવાયના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. IMDએ આગામી થોડા દિવસ ખુબજ સંભાળીને રહેવાની સલાહ આપી છે.

572 કરોડનું થયુ નુકસાન

હિમાચલમાં આ વખતે ચોમાસુ જાણેકે ધમરોળવા જ આવ્યુ છે. અત્યાર સુધીમાં 78 લોકો મોતને ભેટ્યા છે, 121 લોકો ઇજાપામ્યા છે અને 37 લોકો હજુ પણ ગુમ થયાના સમાચાર છે. અત્યાર સુધીમાં 572 કરોડનું થયુ નુકસાન થયુ છે. 243 રસ્તાઓ બંધ થઇ જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે.

37 લોકો હજુ પણ ગુમ

ચોમાસાના કારણે 78 લોકોના મોત થયા છે આ મોતનો આંકડો 20જૂનથી 6 જુલાઇ સુધીનો છે. 1 લેન્ડસ્લાઇડ, 8 પૂરના કારણે, 14 લોકો વાદળ ફટવાથી, 8 લોકો ડૂબવાથી, 2ના બાઇક સ્લીપ થતા, 4નો વિજળીના કરંટ લાગવાથી, 8ના ઉંચાઇ પરથી પડવાથી અને 4ના બીજા કારણથી મોત થયા છે. આ સિવાય રસ્તા પર થયેલા અકસ્માતના કારણે 28 લોકો મોતને ભેટ્યા છે. જેમાંથી 37 લોકો હજુ પણ ગુમ થયાના સમાચાર છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના પ્રકોપના કારણે વાદળ ફાટવા જેવી ઘટનાઓથી ભારે તબાહી થઇ છે. મંડી જિલ્લામાં 240 રસ્તાઓ બંધ છે. વાદળ ફાટવાની 20થી વધુ ઘટનાઓ થઇ ચુકી છે. 

  • Follow us on: