મહારાષ્ટ્રના અહિલ્યા નગર (અહમદનગર) જિલ્લામાં આવેલું 'હિવારે બજાર' ગામ આજે સમગ્ર દેશ અને દુનિયા માટે જળ વ્યવસ્થાપન અને ગ્રામીણ વિકાસનું એક અદભુત ઉદાહરણ બની ગયું છે. એક સમયે ભયંકર દુષ્કાળ અને ગરીબીનો સામનો કરતું આ ગામ આજે એટલું સમૃદ્ધ બની ગયું છે કે અહીના ખેડૂતો બેંકોને પણ કરોડો રૂપિયાનું ધિરાણ આપી શકે છે! હાલમાં આ ગામની વાર્ષિક માથાદીઠ આવક આશરે ₹9 લાખ સુધી પહોંચી ગઈ છે, જેનાથી સમગ્ર વિશ્વ અચરજ પામ્યું છે. 

દુષ્કાળથી સમૃદ્ધિ તરફની ક્રાંતિકારી સફર

1990 ના દાયકામાં હિવારે બજારની સ્થિતિ અત્યંત ગંભીર હતી. વાર્ષિક માત્ર 200-300 મીમી વરસાદ, ખડકાળ જમીન અને પાણીની આત્યંતિક અછતને કારણે ગામની 80% વસ્તી હિજ્રત કરી ગઈ હતી. બેરોજગારી અને વ્યસનખોરીએ ઘરોને ઘેરી લીધા હતા. પરંતુ 1989 માં પોપટરાવ પવાર સરપંચ બન્યા અને 1990 ની 26 જાન્યુઆરીએ ગ્રામસભા બોલાવીને ગામનો કાયાકલ્પ કરવાનો દ્રઢ સંકલ્પ લેવાયો.

ગામના 'સાત સુવર્ણ નિયમો' અને જળ બજેટ

ગામજનોએ બહારની મદદ વિના પોતાની મુખ્ય સમસ્યા પાણીની અછત નો કાયમી ઉકેલ શોધવા 'પાણીનું બજેટ' બનાવ્યું અને સાત કડક નિયમો અમલમાં મૂક્યા:

ખુલ્લામાં ચરાણ પર પ્રતિબંધ અને વૃક્ષો કાપવા પર સંપૂર્ણ મનાઈ.

નશાબંધી અને કડક અમલ: ગામમાં સિગારેટ, તમાકુ કે સોપારી વેચતી એક પણ દુકાન નથી.

શ્રમદાન: ગામના વિકાસ માટે અઠવાડિયે ભેગા મળીને મફત મજૂરી કરવી.

ઊંડા બોરવેલ પર પ્રતિબંધ: ભૂગર્ભજળ જાળવવા માત્ર છીછરા કુવાઓનો ઉપયોગ.

પાક વ્યવસ્થાપન: શેરડી કે કેળા જેવા વધુ પાણી વપરાતા પાકો પર રોક.

ખેતી અને ડેરી ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ

આ કડક નિયમો અને વરસાદી પાણીના સંચયને કારણે આજે ગામમાં 400 થી વધુ કુવાઓ પાણીથી છલકાઈ રહ્યા છે. પરંપરાગત પાકો ઉપરાંત ખેડૂતો હવે ડુંગળી, નારંગી, જામફળ, અંજીર અને ડ્રેગન ફ્રૂટ જેવા ઉચ્ચ મૂલ્યના પાકો સફળતાપૂર્વક ઉગાડી રહ્યા છે. આ સાથે, ગામમાં દરરોજ 8000 થી 9000 લિટર દૂધનું ઉત્પાદન થાય છે, જે સહકારી ડેરી દ્વારા ખેડૂતોને સતત અને સ્થિર આવક પૂરી પાડે છે.

આ પણ વાંચોઃ ન હેલ્મેટની જરૂરત ન પડવાની બીક, આવ્યું સેલ્ફ બેલેસિંગ સ્કૂટર