ન હેલ્મેટની જરૂરત ન પડવાની બીક, આવ્યું સેલ્ફ બેલેસિંગ સ્કૂટર
BMW Motorrad પોતાના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સને સતત નવી અને અનોખી ડિઝાઇન સાથે રજૂ કરી છે.
હવે BMW એક એવા ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર પર કામ કરી રહી છે જે વગર સ્ટેન્ડે પણ સીધી ઉભી રહી શકે છે.
BMW Vision CE કોન્સેપ્ટ પર બેઝ્ડ આ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલરની ભારતમાં પેટન્ટ તૈયાર કરવામાં આવી છે. જોકે કંપનીએ હજુ સુધી તેના લોન્ચ કરવાની તારીખનો ખુલાસો કર્યો છે.
BMW Vision CEની સૌથી મોટી ખાસિયત એ છે કે આનું સેલ્ફ બેલેન્સિંગ સિસ્ટમ છે આની મદદથી સ્કૂટર રોકવા પર પણ પોતાને બેલેન્સ રાખી શકાશે.
સામાન્ય સ્કૂટરની જેમ આને રોકવા માટે રાઇડરને પગ જમીન પર રાખવાની જરૂરત નથી. આવી રીતે સ્કૂટરને ચલાવતા સમયે પણ બેલેન્સ બનેલુ રહેશે.
આ સિસ્ટમમાં અનેક પ્રકારના સેન્સર અને ઇલેક્ટ્રિક એક્ટ્યૂએટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ સ્કૂટરનું બેલેન્સ બનાવી રાખવામાં મદદ કરે છે.
રાઇડરની સેફ્ટી માટે સ્કૂટરની ચારે તરફ એક મજબૂત કેઝ આપવામાં આવેલો છે. જે એક્સિડન્ટ સમયે પણ રાઇડરની સુરક્ષા રહેશે.
આગળની તરફ ટ્યુબલર સ્ટીલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં ફોર પોઇન્ટ સીટબેલ્ટ પણ આપવામાં આવ્યો છે.
કેઝ, બેકરેસ્ટ, હેન્ડલબાર અને બીજા પાર્ટ્સ પર ફોમની કુશનિંગ પણ આપવામાં આવી છે. જેથી અથડાઇએ તો તે સમયે વાગવાની આશંકાને ઓછી કરી શકાય.
BMW Vision CEના કોન્સેપ્ટની એક અન્ય ખાસ વાત એ છે કે આમાં રાઇડરે હેલ્મેટ પહેરવાની , ગ્લવ્સ અને ખાસ પ્રકારના રાઇડિંગ ગિઅરની જરૂરત નથી.
આ સ્કૂટર હજુ ભારતમાં માત્ર પેટન્ટ તૈયાર થઇ છે. એટલા માટે આના લોન્ચની વાત હજુ કન્ફોર્મ નથી કે આને ચલાવવા માટે હેલ્મેટની જરૂરત પડશે કે નહીં.
આમાં રેર ફેસિંગ રડાર અને ડ્રાઇવર અસિસ્ટન્ટ ઇલેકટ્રોનિક્સ આપવામાં આવ્યુ છે. આ સિસ્ટમ પાછળ થવા વાળો એક્સિડન્ટ પહેલાં જ એલર્ટ કરે છે.
BMW Vision CE માં 8.5 KWH ની હાઇ વોલ્ટેજ બેટરી પેક આપવામાં આવી છે. જે એક વખત ફુલ ચાર્જ થવા પર 130 કિલોમીટર સુધીની રેન્જ આપે છે.
આમાં કાયમ માટે મેગ્નેટ લિક્વિડ કૂલ્ડ સિંક્રોનસ મોટર લગાવવામાં આવી છે. જે 42 HP પાવર અને 62 Nmની પીક ટોક જનરેટ કરે છે. આની ટોપ સ્પીડ 120 કિલોમીટર છે.