ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશું શુક્લા અને તેમની ટીમ આંતરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર પર 18 દિવસ વિતાવ્યા પછી ઘરતી પર પરત ફર્યા છે. ઈસરોએ જણાવ્યું હતું કે શુભાંશુ શુક્લાને સ્વાસ્થ્યને લઈને હાલ કોઈ સમસ્યા નથી. તેમની એક્સિઓમ-4 સબંધિત આ યાત્રા ભારતના મિશન ગગનયાન માટે ખુબ મહત્વની માનવામાં આવે છે. ભારતે આ મિશન માટે લગભગ 548 રુપિયા ખર્ચ કર્યા છે. એવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ હશે કે ISS સ્પેસ મિશન માટે શુભાંશુંને કેટલી સેલેરી મળી?
શુભાંશુએ ભારત માટે 7 રિસર્ચ કર્યા
ISRO તરફથી આ પૈસા શુભાંશુની ટ્રેનિંગ, મુસાફરી, સ્પેસ શૂટ, રિસર્ચ કીટ અને અન્ય જરુરી સંસાધનો પર ખર્ચ કરવામાં આવ્યા. તેમણે ઈન્ટરનેશનલ સ્ટેશન પર ભારત માટે સાત રિસર્ચ કર્યા અને આખખી ટીમ સાથે મળીને કુલ 60 રિસર્ચ કર્યા. આ પ્રયોગો ભારત માટે ખુબ મહત્વના માનવામાં આવે છે.
શુભાંશુંને કેટલી સેલેરી મળી?
આ મિશન માટે શુભાંશુ શુક્લાને એક પણ રુપિયો આપવામાં આવ્યો નથી. આ મિશન તેમના માટે એક અનુભવ મેળવવાનું સ્ટેપ હતું, જેનો ફાયદો તેમને ઈસરોના આગળના મિશનમાં મળશે, તેમને ઈસરો, નાસા કે એક્સિઓમમાંથી કોઈએ પણ વળતર આપ્યું નથી. શુભાંશુ ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટન છે. સામાન્ય રીતે આવા મિશન માટે વાર્ષિક સેલેરી 30થી 46 લાખ સુધીની હોય છે. જેમાં બેઝિક પે, ગ્રેડ પે, ડીએ અને બીજી સુવિધાઓ પણ મળે છે.
નાસા પોતાના અંતરિક્ષયાત્રીઓને વર્ષની 1.35 કરોડ રુપિયા સેલેરી આપે છે. તેમને કોઈ સેલેરી તો નથી મળી પણ તેમની મહેનત અને હિંમતને કારણે દેશમાં આવનારા સમયમાં સ્પેસના ક્ષેત્રમાં તેઓ ઉચ્ચ શિખરો સર કરશે.