ભારત માટે આ એક ગર્વની ક્ષણ છે કારણ કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અવકાશમાં ભારતને ગૌરવ અપાવવા માટે તૈયાર છે. તેઓ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના અંતરિક્ષ કાર્યક્રમ અને એક્સિઓમ મિશન-4 હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS)ની મુસાફરી કરશે.
એક્સિઓમ મિશન-4 ભારત માટે ખાસ છે કારણકે વર્ષ 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા બાદ હવે ભારતના બીજા અંતરિક્ષયાત્રીને સ્પેશમાં મોકલવા માટે ભારત સંપૂર્ણ તૈયાર છે. ભારતના અંતરિક્ષ યાત્રી ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાના સપનાઓનું રોકેટ આજે ઉડાન ભરશે. તો આવો જાણીયે આ તમામની વચ્ચે શુભાંશુ શુક્લા પોતાની સાથે કઈ મજેદાર વસ્તુઓ લઈ જઈ રહ્યા છે.
ગાજરનો હલવો પણ ઉડાન ભરશે.
આ મિશન બે અઠવાડિયા સુધી ચાલશે. આ મિશન માટે શુભાંશુ શુક્લાએ પોતાના બેગમાં એવો મજેદાર સામાન રાખ્યો છે, જેને જોઈને તમે હેરાન રહી જશો. કેપ્ચન શુભાંશુ શુક્લા જણાવે છે કે આ મિશન માટે તેમણે પોતાના બેગમાં ફક્ત જરુરી સામાન જ નથી રાખ્યો પણ તેઓ અરબો દિલોની આશાઓ અને સપનાઓ લઈને જઈ રહ્યા છે. આ સપનાઓ સાથે તેમના બેગમાં હલવો પણ છે.
ભારતીય અંતરિક્ષ યાત્રીએ જણાવ્યું હતું કે તેઓ મિશનમાં ખાસ કરીને તેમની પસંદગીની મિઠાઈઓ અંતરિક્ષમાં લઈ જઈ રહ્યા છે. શુક્લાએ કહ્યું કે, અંતરિક્ષમાં જમવા માટે બહુ બધુ ખાવાનું હશે પણ હું મારી સાથે ગાજરનો હલવો, મગની દાળનો હલવો અને કેરીનો રસ લઈ જઈશ.
નાનો સાથી જોય પણ સાથે રહેશે
આ સાથે શુક્લા આમ મિશન પર તેમની સાથે તેમના નાના સાથીને પણ લઈ જઈ રહ્યા છે. આ નાનો સાથી એક સોફ્ટ ટોય છે. જેનું નામ તેમણે જોય રાખ્યુ છે. ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં શુક્લાએ જોયને બતાવ્યો, આ એક સોફ્ટ ટોય છે. તેમણે કહ્યું કે એક્સ-4 પર આ પાંચમું ચાલક સદસ્ય હશે.