ભારતીય વાયુસેનાના અધિકારી શુભાંશુ શુક્લ ટૂંક સમયમાં ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય બનશે. તેઓ એક ખાનગી મિશન હેઠળ અવકાશમાં જશે. તેમની યાત્રા આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચે શરૂ થશે અને 14 દિવસ સુધી ચાલશે.


શુભાંશુને Axiom મિશન-4 (Ax-4) માટે પસંદ કરવામાં આવ્યા છે

ગયા વર્ષે જ શુભાંશુ શુક્લને ભારતના મહત્વકાંક્ષી સ્પેસ મિશન 'ગગનયાન' માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા. હવે ભારતના આ મિશન પહેલા, શુભાંશુને Axiom મિશન-4 (Ax-4) માટે પસંદ કરવામાં આવ્યા છે. નાસાએ ગુરુવારે તેમના નામની જાહેરાત કરી હતી. આ દરમિયાન આ મિશન પર જઈ રહેલા ચાર અવકાશયાત્રીઓ પણ નાસાની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.

તેઓ નાસાના 'સ્પેસ એક્સ ડ્રેગન'ને અવકાશમાં લઈ જશે

આ મિશનમાં શુભાંશુને પાઈલટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ નાસાના 'સ્પેસ એક્સ ડ્રેગન'ને અવકાશમાં લઈ જશે. આ અવકાશયાન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી રવાના થશે. આ મિશનમાં ચાર લોકો હશે. આ મિશન નાસાના પૂર્વ અવકાશયાત્રી પેગી વ્હીટસનના નેતૃત્વમાં કામ કરશે. તે એક્સિઓમ સ્પેસ માટે માનવ સ્પેસફ્લાઇટના ડિરેક્ટર છે. પોલેન્ડના સ્લોજ ઉઝનાન્સ્કી-વિઝનીવસ્કી અને હંગેરીથી ટિબોર કાપુ પણ મિશન નિષ્ણાતો તરીકે આ મિશનમાં જશે.

શુભાંશુએ શું કહ્યું?

પ્રેસ કોન્ફરન્સમાં પાયલોટ શુભાંશુએ કહ્યું કે તેઓ જે મિશન પર જઈ રહ્યા છે તેમાં તેઓ પોતાની સાથે થોડું ભારતીય ભોજન પણ લઈ જશે અને પોતાના સાથીદારોને પણ ખવડાવશે. તેમણે અંતરિક્ષમાં યોગ કરવાની પણ વાત કરી કહ્યું, 'માઈક્રોગ્રેવિટીમાં જવા અને મારી જાતે સ્પેસ ફ્લાઈટનો અનુભવ કરવા માટે હું ખરેખર ઉત્સાહિત છું. મિશન માટેનો ઉત્સાહ સતત વધી રહ્યો છે અને મને લાગે છે કે આપણે એવા તબક્કે છીએ જ્યાં બધું ફળીભૂત થઈ રહ્યું છે.

  • Follow us on: