મેઘાલયના હાઇ-પ્રોફાઇલ 'હનીમૂન મર્ડર કેસ'ની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને આપવામાં આવેલા જામીન રદ કરવાની માંગ કરતી અરજી પર આગામી સુનાવણી 14 જુલાઈના રોજ થવાની છે. સુપ્રીમ કોર્ટ તે તારીખે મેઘાલય સરકારની અરજી પર સુનાવણી કરશે જેમાં તેના પતિ રાજા રઘુવંશીની હત્યાના સંદર્ભમાં તેને આપવામાં આવેલા જામીનને પડકારવામાં આવ્યો છે.
જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની બનેલી બેન્ચે મેઘાલય સરકારને સોનમ રઘુવંશીને આપવામાં આવેલા ધરપકડના કારણોની નકલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. મેઘાલયની એક કોર્ટે સોનમને જામીન આપ્યા હતા કારણ કે ધરપકડ સમયે તેને 'ધરપકડના કારણો' વિશે જાણ કરવામાં આવી ન હતી. જોકે, ફરિયાદ પક્ષનો દાવો છે કે તેને ખરેખર આ કારણો વિશે જાણ કરવામાં આવી હતી.
મેઘાલય સરકારના મતે, એકમાત્ર મુદ્દો એ પણ છે કે, દસ્તાવેજમાં એક ટાઇપિંગની ભૂલ હતી. હત્યાના ગુના માટે સજાની જોગવાઈ કરનારી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) બદલે કલમ 403(1) ભૂલથી ઉલ્લેખ થઈ ગયો હતો. નોંધનીય છે કે, કલમ ૪૦૩(૧) વાસ્તવમાં અસ્તિત્વમાં નથી. આગામી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલત વિગતવાર તપાસ કરશે કે કાયદા અનુસાર સોનમને ધરપકડના કારણો વિશે જાણ કરવામાં આવી હતી કે નહીં.
https://twitter.com/ANI/status/2075100864310915198
સોનમે પોતાના સોગંદનામામાં શું જણાવ્યું?
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સોનમે જણાવ્યું હતું કે તે ટ્રાયલમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે અને કોઈપણ વિલંબ માટે જવાબદાર નથી. સોનમે કોર્ટમાં એ પણ રજૂઆત કરી હતી કે તેને 27 એપ્રિલ, 2026ના રોજ જામીન આપવામાં આવ્યા હતા અને 28 એપ્રિલ, 2026ના રોજ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવી હતી. પરિણામે, તેને પાછા જેલમાં મોકલવાનું કોઈ વાજબીપણું નથી, કારણ કે જામીન રદ કરવા માટે જરૂરી કાયદાકીય આધાર આ કેસમાં અસ્તિત્વમાં નથી.
"મને ખોટી રીતે ફસાવવામાં આવી છે" - સોનમ રઘુવંશી
પોતાના બચાવમાં સોનમે પણ ભારપૂર્વક જણાવ્યું છે કે તેને ખોટી રીતે ફસાવવામાં આવી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે સોનમ પહેલેથી જ જામીન પર હોવાથી તે તેના જામીન રદ કરવા ઇચ્છતી નથી. જોકે, કોર્ટે સોનમને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો.
આ પણ વાંચો: TRAIનો નવો નિયમ: હવે SPAM કોલ બ્લોક નહીં કરી શકે Truecaller!