પીએમ મોદી 2014 થી 2025 સુધીના કાર્યકાળમાં આ વખતે 12મી વખત લાલ કિલ્લા ખાતે તિરંગો લહેરાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. ત્યારે પીએમ મોદીએ પોતાની પરંપરાને ધ્યાનમાં રાખીને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ફરીથી ખાસ પાઘડી પહેરી હતી.. પીએમ મોદીએ આજે ભગવા રંગની પાઘડી પહેરી સાથે ભગવા રંગનું જેકેટ પહેર્યું. આજે ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે અને આ અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે.
2024માં કેવી પાઘડી પહેરી ?
પીએમ મોદી હાલમાં લાલ કિલ્લા પરથી ભારતના કરોડો દેશવાસીઓને સંબોધન કર્યું. ખાસ દિવસે તેણે નારંગી અને લીલા રંગની પાઘડી પહેરી છે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું. PM મોદીએ લહેરિયા પ્રિન્ટની પાઘડી પહેરી હતી. જે રાજસ્થાનની પરંપરાગત ડિઝાઇન છે. પીએમ મોદીની પાઘડીમાં ઘણા રંગો હોવા છતાં નારંગી રંગ સૌથી વધુ જોવા મળ્યો. . નારંગી રંગને ભગવાન રામનો પ્રિય રંગ માનવામાં આવે છે. આ કારણે તેમની પાઘડીને ભગવાન રામના રંગ સાથે જોડવામાં આવી રહી છે.

2023 માં કેવી પાઘડી પહેરી ?
ગયા વર્ષે 2023માં પણ પીએમ મોદીએ રાજસ્થાની પાઘડી પહેરી હતી.

2022 માં કેવી પાઘડી પહેરી ?
PM મોદીએ તિરંગાના રંગની પાઘડી પહેરી હતી. જેમાં કેસરિયો, સફેદ અને લીલો રંગ જોવા મળ્યો હતો

2021 માં કેવી પાઘડી પહેરી ?
પીએમ મોદીએ 2021માં ક્રિમ રંગના કુર્તા સાથે ભગવા રંગની પાઘડી પહેરી હતી.

2020માં કેવી પાઘડી પહેરી ?
PM મોદીએ ટાઇ એન્ડ ડાઇ કરેલી ભગવા અને ક્રિમ રંગની પાઘડી પહેરી હતી

2019માં કેવી પાઘડી પહેરી ?
2019માં પીએમ મોદીએ લાલ, લીલો, પીળો અને કેસરી એમ રંગ બેરંગી પાઘડી પહેરી હતી. તેની સાથે તેમણે સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો.

2018માં કેવી પાઘડી પહેરી ?
પીએમ મોદી કેસરી અને લાલ રંગની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા.

2017માં કેવી પાઘડી પહેરી ?
આ વખતે પીએમ મોદી લાલ, પીળી અને ગોલ્ડન રંગની ચેક્સની ડિઝાઇન ધરાવતી પાઘડી પહેરી હતી.

2016માં કેવી પાઘડી પહેરી ?
આ વખતે પીએમ મોદીએ ટાઇ એન્ડ ડાઇ કરેલી ગુલાબી, પીળા, લાલ એમ મલ્ટી કલરની પાઘડી પહેરી હતી.

2015માં કેવી પાઘડી પહેરી ?
પીળા અને લીલા રંગની ચેક્સ પેટર્ન ધરાવતી પાઘડી પહેરી હતી.

2014માં કેવી પાઘડી પહેરી ?
રાજસ્થાની લાલ રંગની બાંધણી પ્રિન્ટની પાઘડી પહેરી હતી.
