દેશ આજે પોતાનો 79મો સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે. આઝાદ હિન્દુસ્તાને 78માં વર્ષોમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે. સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન, અનેક આંદોલન, વર્ષો સુધી સંઘર્ષ બાદ દેશને આઝાદી મળી. આ સ્વતંત્રતા પર્વ પર આવો જાણીએ ભારતની સ્વતંત્રતા સાથે જોડાયેલા ખાસ 7 તથ્યો. કદાચ આજ સુધી તમે જાણ્યા નહીં હોય.
સાંભળ્યા ન હોય તેવા તથ્યો
1. હમણાંનો જે આપણો રાષ્ટ્રીય ધ્વજ છે તે અનેક ફેરફારો પછી આ સ્વરૂપમાં આવ્યો છે. હાલના તિરંગા ધ્વજને 1921માં તામિલનાડુના એક ખેડૂત પિંગલી વેંકૈયાએ બનાવ્યો હતો. શરૂઆતમાં ધ્વજમાં માત્ર કેસરી અને લીલો રંગ હતો. ધ્વજમાં વચ્ચે સફેદ પટ્ટી અને અશોક ચક્ર ઉમેરવાનો વિચાર મહાત્મા ગાંધીજીનો હતો. માનવામાં આવે છે કે કેસરિયો રંગ સાહસ અને બલિદાનનું પ્રતિક છે, લીલો રંગ શ્રદ્ધા અને શૌર્યનું પ્રતિનિધિત્વ કરે છે અને સફેદ રંગ શાંતિનું પ્રતિક છે. હાલના રાષ્ટ્રીય ધ્વજને ભારતે 22 જુલાઈ, 1947ના રોજ અપનાવવામાં આવ્યો હતો.
Also Read
79 Independence Day 2025 Live : અમરેલીની શેત્રુંજી નદીમાં પહેલી વાર પૂર આવ્યું, ગીર જંગલમાં ભારે વરસાદથી નદી બે કાંઠે
Independence Day: PMનો પાઘડી લુક છે ખાસ...જુઓ 2014થી 2025 સુધી PMની કેવી કેવી હતી પાઘડી
Top 10 Desh Bhakti Dialogues: ભારતીય સિનેમાના એ જોશ ભરી દેતા 10 ડાયલોગ્સ જે હંમેશા દર્શકોના દિલમાં રાજ કરે છે
2. દેશના પ્રથમ સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રગાન હતું જ નહીં. 'જન ગણ મન' નું બંગાળી સંસ્કરણ 1911માં લખાયું હતું અને બાદમાં તેને 1950માં રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું.
3. ડિસેમ્બર 2021 સુધી માત્ર ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગને રાષ્ટ્રીય ધ્વજ બનાવવાનો અથવા પુરવઠો કરવાનો લાઇસન્સ હતું. 30 ડિસેમ્બર 2021ના રોજ તેમાં સુધારો કરવામાં આવ્યો અને પોલિએસ્ટરથી બનેલા અથવા મશીનથી બનાવેલા ધ્વજને પણ મંજૂરી આપવામાં આવી.
4. મહાત્મા ગાંધીજી પ્રથમ સ્વતંત્રતા દિનના સમારંભમાં હાજર નહોતા. 15 ઓગસ્ટ 1947ના દિવસે તેઓ નોઆખાલી હાલનું બંગાળમાં હતા, જ્યાં તેઓ હિંદુ-મુસ્લિમ વચ્ચે ઉભેલા તણાવને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 9 ઓગસ્ટ 1947ના રોજ તેઓ કોલકાતા પહોંચ્યા હતા અને ત્યાં શાંતિ સ્થાપવા માટે ઉપવાસ આદિ કરી લોકો વચ્ચે સંમતિ સાધવાનો પ્રયાસ કર્યો હતો.
5. હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા નથી. તેને માત્ર પ્રથમ સત્તાવાર ભાષા તરીકે પસંદ કરવામાં આવી હતી અને 1949માં આ રીતે ઘોષિત કરવામાં આવી.
6. 15 ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમાની ઘોષણા થઈ નહોતી. તેનો નિર્ણય 17 ઓગસ્ટના રોજ રેડક્લિફ લાઇન જાહેરાતથી થઇ. આ રેખાને બ્રિટિશ વકીલ સર સિરિલ રેડક્લિફ દ્વારા ખેચવામાં આવી હતી.
7. 1975માં સિક્કિમ ભારતીય સંઘમાં સામેલ થનારૂં છેલ્લું અને 22મું રાજ્ય બન્યુ. તે પહેલાં સિક્કિમ ભારતનું સુરક્ષિત રાજ્ય હતું.










