પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં આરએસએસની સ્થાપનાના 100 વર્ષ પૂરા થયાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આરએસએસ દુનિયાની સૌથી મોટી એનજીઓ છે અને તે પ્રેરણા આપતું રહેશે. પીએમએ કહ્યું કે આજથી 100 વર્ષ પહેલા એક સંગઠનનો જન્મ થયો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષ રાષ્ટ્રની સેવા ગૌરવપૂર્ણ કાર્ય છે. વ્યક્તિ નિર્માણથી લઇને રાષ્ટ્ર નિર્માણનો લક્ષ્ય લિને મા ભારતીના કલ્યાણ માટે લાખો સ્વયંસેવકોએ પોતાનું જીવન સમર્પિત કર્યુ. તેમણે કહ્યું કે એક રીતે આ વિશ્વની સૌથી મોટી NGO છે. તેનો 100 વર્ષના સમર્પણનો ઇતિહાસ છે.
PM Modiએ કરી પ્રશંસા
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે, લાલ કિલ્લાના પ્રાચીર પરથી, હું રાષ્ટ્ર સેવાની આ 100 વર્ષની યાત્રામાં યોગદાન આપનારા તમામ સ્વયંસેવકોને આદરપૂર્વક યાદ કરું છું." તેમણે કહ્યું કે દેશને RSS ની 100 વર્ષની ભવ્ય, સમર્પિત યાત્રા પર ગર્વ છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 27 સપ્ટેમ્બર 1925 ના રોજ થઈ હતી અને આવતા વર્ષે આ સંગઠન તેના 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે લાલ કિલ્લા પરથી પીએમ દ્વારા સંઘની પ્રશંસાને એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહી છે.
RSSની ક્યારે થઇ સ્થાપના
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 27 સપ્ટેમ્બર 1925ના રોજ વિજયાદશમીના દિવસે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં કરવામાં આવી હતી. તેના સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવાર હતા, જે એક ડૉક્ટર અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે હિન્દુ સમુદાયને સંગઠિત, શિસ્તબદ્ધ અને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી સંઘનો પાયો નાખ્યો હતો.
સંઘ વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂકે છે
સંઘ વ્યક્તિત્વ વિકાસ પર ભાર મૂકે છે, જેના દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે તેવા ચારિત્ર્યવાન અને દેશભક્ત નાગરિકો તૈયાર કરી શકાય છે. RSS પોતાને એક સામાજિક-સાંસ્કૃતિક સંગઠન તરીકે વર્ણવે છે, રાજકીય પક્ષ તરીકે નહીં. જો કે, તેના ઘણા સ્વયંસેવકો અને અધિકારીઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સહિત વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનોમાં સક્રિય છે. RSS પૂર, ભૂકંપ અને દુષ્કાળ જેવી વિવિધ આફતો દરમિયાન રાહત અને પુનર્વસન કાર્યમાં સક્રિયપણે ભાગ લેતું રહ્યું છે.













