જમ્મુના સંભાગના કિશ્તવાડમાં 14 ઓગષ્ટના રોજ વરસાદી આફત આવી. બપોરે 2.30 કલાકે વાદળ ફાટ્યુ જેમાં અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પીએમ મોદીએ કિશ્તવાડમાં આવેલી વરસાદી આફત બાદ જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ સ્થિતિનો તાગ મેળવ્યો અને દરેક સંભવિત મદદનું આશ્વાસન આપ્યું.
પીએમ મોદીએ સીએમ અબ્દુલ્લા સાથે કરી વાત
પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર જમ્મુ કાશ્મીરના સીએમ અને એલજી સાથે વાત કરીને પોસ્ટ કરી. પીએમ મોદીએ કહ્યું કે કિશ્તવાડમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ બાદ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે વાત કરી. અધિકારી પ્રભાવિત લોકોની સહાયતા માટે જમીની સ્તર પર કામ કરી રહ્યા છે.
60 લોકોના મોત
કિશ્તવાડમાં વાદળ ફાટવાથી પૂર આવ્યુ અને અનેક લોકો તેનો ભોગ બન્યા. સીએમ ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે આ ઘટનામાં 60 લોકોના મોત થયા છે. જ્યારે 100 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સીએમ અબ્દુલ્લાએ જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા તે પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના કરી. તેમણે કિશ્તવાની જનતાને કહ્યું કે લોકોને આશ્વસ્ત કરવા માગુ છું કે સરકાર દરેક સંભવિત કોશિશ કરી રહી છે.
કિશ્તવાડમાં વિનાશ, બચાવ કામગીરી ચાલુ
ગુરુવારે કિશ્તવાડમાં બીજા દિવસની જેમ શાંતિપૂર્ણ સવાર રહી. પરંતુ, કોઈને ખબર નહોતી કે દિવસ ઉગતાની સાથે જ તેમના માટે વિનાશ લાવશે. બપોરના 12:30 વાગ્યા હતા ત્યારે અચાનક ચિશોટી વિસ્તારમાં જોરદાર અવાજ સાથે વાદળ ફાટ્યું. અવાજ સાંભળીને બધા ગભરાઈ ગયા અને તેઓ ભાગી શકે કે પોતાને બચાવવા માટે કોઈ પગલું ભરે તે પહેલાં જ ઉપરથી કાટમાળ ધસી આવ્યો અને અનેક લોકો તેમાં ફસાઈ ગયા. અકસ્માતના વીડિયો સામે આવ્યા છે. જે પીડાદાયક છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ પછી, બધાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.