આજે દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી પીએમ મોદીએ તિરંગો લહેરાવ્યો. આ દરમિયાન ભારતીય વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી. એક હેલિકોપ્ટરએ તિરંગો લહેરાવ્યો અને બીજુ ઓપરેશન સિંદૂરનું બેનર લઇને ફુલોની વર્ષા કરતા જોવા મળ્યુ. પીએમ મોદીએ કહ્યું કે આજે 140 કરોડ દેશવાસીઓ તિરંગાના રંગમાં રંગાયેલા છે.













