ભારતના 80 મા સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારના "હર ઘર તિરંગા" અભિયાન અને "વંદે માતરમ્" ગાનની 150મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશમાં ભવ્ય તિરંગા યાત્રાઓ અને સાયકલ રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલ ચલાવીને આ રેલીમાં ભાગ લીધો હતો. 

5 કિલોમીટર લાંબી રેલીને આપી લીલી ઝંડી

આ 5 કિલોમીટર લાંબી સાયકલ તિરંગા યાત્રાને દેશના કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ છોડીને ખુબ જ ઉત્સાહપૂર્વક લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયકલ યાત્રા મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી શરૂ થઈને ઇન્ડિયા ગેટના રસ્તે પસાર થઈ હતી. આ વિશેષ યાત્રાનું મુખ્ય આકર્ષણ તેમાં મોટી સંખ્યામાં જોડાયેલા નાના બાળકો અને યુવાનો હતા. તમામ સહભાગીઓએ ખાસ "તિરંગા સાયકલ યાત્રા" લખેલા યુનિફોર્મ શર્ટ પહેર્યા હતા અને પોતાના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો પકડી રાખ્યો હતો. 
https://twitter.com/ANI/status/2087339309708066875

સાઇકલ ફિટનેસ અને પ્રદુષણનું સમાધાનઃ કેન્દ્રિય મંત્રી

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આપણો દેશ ખૂબ જ ગર્વ સાથે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, અને આ પર્વને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે દેશના ખૂણે-ખૂણે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. તેમણે આ સાયકલ યાત્રાના માધ્યમથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે પણ એક મોટો સંદેશ આપ્યો હતો. મંત્રીએ સાયકલ ચલાવવાના અનેકવિધ ફાયદાઓ વિશે જણાવતા કહ્યું હતું કે નિયમિત સાયકલ ચલાવવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે, ફિટનેસ જળવાઈ રહે છે, પર્યાવરણ પ્રદૂષણમુક્ત બને છે અને કિંમતી બળતણની પણ બચત થાય છે.

દેશભક્તિનું એક અદ્ભુત વાતાવરણ સર્જાયું

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજના "હર ઘર તિરંગા" અભિયાનમાં યુવાનોએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે તે પ્રશંસનીય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આપણા અસંખ્ય સ્વયંસેવકો અને કાર્યકરો આ તિરંગા યાત્રાઓને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, જેના પરિણામે આજે દેશભરમાં દેશભક્તિનું એક અદ્ભુત વાતાવરણ સર્જાયું છે.

આ પણ વાંચોઃ Himachal Pradesh: ભારે વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 157 લોકોના મોત, 886 કરોડનું નુકસાન