ભારત દેશ આજે તેનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ વર્ષે આ કાર્યક્રમ ખાસ છે કારણ કે રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ પણ ઉજવવામાં આવી રહી છે.  લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે "આગામી 10 વર્ષમાં ભારતની 50 કંપનીઓ ફોર્ચ્યુન 500માં હોવી જોઈએ." આ સાથે તેમણે દેશના લોકોને એક ટાર્ગેટ આપતા કહ્યું કે આગામી સમયમાં વિશ્વની ટોચની 5 બેંકો અને ફાર્મા કંપનીઓમાં ભારતનું પ્રભુત્વ હોવું જોઈએ.

પીએમ મોદીએ આગામી દાયકા માટે ફોર્ચ્યુન 500નો ટાર્ગેટ

દેશને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ક્ષમતા અને રાષ્ટ્રશક્તિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક મોટું અને પ્રેરણાદાયી આહ્વાન કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશ માત્ર સરકારથી નથી બનતો, પરંતુ તેમાં દરેક નાગરિકનો સમાવેશ થાય છે. PM મોદીએ દેશને હચમચાવી મૂકે તેવા લક્ષ્યો નક્કી કરીને વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ સ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને દેશના આર્થિક ભવિષ્યનો રોડમેપ રજૂ કરતા પ્રશ્ન કર્યો હતો કે, "આપણે વૈશ્વિક સ્તરે ફોર્ચ્યુન 500 કંપનીઓ વિશે ઘણું સાંભળીએ છીએ. આગામી દાયકામાં આ 500માંથી ઓછામાં ઓછી 50 કંપનીઓ ભારતની કેમ ન હોઈ શકે? આ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જ જોઈએ."

બેંકિંગ, ફાર્મા અને ગ્લોબલ લીડરશિપ

વૈશ્વિક બજારમાં ભારતના પ્રભુત્વ પર ભાર મુકતા PM મોદીએ કહ્યું કે: વૈશ્વિક બેંકિંગ: વિશ્વની ટોચની 5 બેંકોમાં ઓછામાં ઓછી એક ભારતીય બેંક સામેલ હોવી સમયની જરૂરિયાત છે. ફાર્મા ક્ષેત્રમાં ભારત અગ્રેસર બને તેવા પ્રયાસ કરવા જોઈએ. ભારતીય ફાર્માસ્યુટિકલ (દવા) કંપનીઓમાંથી એક કે બે કંપનીઓ વિશ્વની ટોચની 5 કંપનીઓમાં સ્થાન મેળવે તેવો સમય આવી ગયો છે.  વૈશ્વિક નેતૃત્વ માટે ભારત પાસે અદભુત ક્ષમતા છે. ભારત સમૃદ્ધ ઇતિહાસ અને વિવિધ ભાષાઓ પર પકડ છે. હવે સમય આવી ગયો છે કે વૈશ્વિક નેતૃત્વની કમાન ભારતના હાથમાં હોય.

આપણી બ્રાન્ડ્સ વૈશ્વિક સ્તરે ઓળખ બનાવી જોઈએ

પીએમ મોદીએ ભારતીય બ્રાન્ડ્સને ગ્લોબલ લેવલ પર લઈ જવા માટે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે આપણે એવી બ્રાન્ડ્સ વિકસાવવી પડશે જે સમગ્ર વિશ્વને આકર્ષિત કરે અને ભારતની ઓળખ બને. આ લક્ષ્યને હાંસલ કરવા માટે તેમણે કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નીતિગત સુધારા (Refroms) ની ગતિ ઝડપી બનાવવાની વિનંતી કરી છે. તેમણે ઉમેર્યું કે હવે જૂની નીતિઓ અને નિયમો પર નિર્ભર રહી શકાય નહીં, ભવિષ્યની જરૂરિયાતો મુજબ તેમાં ફેરફાર કરવા જ પડશે.


આ પણ વાંચો : સ્વતંત્રતાનો સાચો અર્થ : પ્રતીકાત્મક ઉજવણીથી નાગરિક ધર્મ સુધીની યાત્રા