ભારતે ગ્રીન પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. હરિયાણા રાજ્યના જીંદ–સોનીપત રેલ માર્ગ પર દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ટ્રેન સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે અને તેમાં કોઈપણ પ્રકારનું ધૂમાડો કે કાર્બન ઉત્સર્જન થતું નથી. આ ટ્રેન હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર આધારિત છે, જે વીજળી ઉત્પન્ન કરીને ટ્રેનને ચલાવે છે.
જુઓ વીડિયો
આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું
આ ટેકનોલોજી ભવિષ્યના ટકાઉ અને સ્વચ્છ પરિવહન માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ટ્રાયલ દરમિયાન ટ્રેન સફળતાપૂર્વક દોડી અને તેની કામગીરી સંતોષકારક રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ભારત હવે જર્મની, ચીન અને યુનાઈટેડ કિંગડમ જેવા દેશોની શ્રેણીમાં સામેલ થઈ ગયો છે, જ્યાં હાઈડ્રોજન ટ્રેન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ વિશેષ વાત એ છે કે આ ટેકનોલોજી હવે ભારતમાં સ્થાનિક રીતે વિકસાવવામાં આવી છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું છે.
પર્યાવરણ રહેશે સુરક્ષિત
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવો અને પર્યાવરણને સુરક્ષિત રાખવો છે. હાઈડ્રોજન ટ્રેન ન માત્ર પર્યાવરણ માટે લાભદાયી છે પરંતુ લાંબા ગાળે ઈંધણ ખર્ચમાં પણ ઘટાડો લાવશે. આ ટ્રાયલને ભારતીય રેલવે માટે ઐતિહાસિક ક્ષણ માનવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી વધુ ટ્રેનો દેશના વિવિધ રૂટ્સ પર શરૂ કરવાની યોજના છે. આ પહેલ ભારતને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ વધુ મજબૂત રીતે આગળ લઈ જશે અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે દેશની પ્રતિષ્ઠા વધારશે.
આ પણ વાંચો : Lucknow : એરપોર્ટ પર અચાનક આવ્યા કપિરાજ, ઈન્ડિગો એરલાઈન્સના પાયલટે લગાવી ઈમરજન્સી બ્રેક