બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા તમામ દળો દ્વારા તૈયારી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા નીતિશ સરકાર જનતાને ઘણા મોટા ઈનામો આપવા જઈ રહી છે. આ ક્રમમાં હવે બિહારની જનતાને 100 યુનિટ સુધી વિજળી મફત મળી શકે છે. નીતીશ સરકાર જલ્દી આ પ્રસ્તાવ પાસ કરશે. ઉર્જા વિભાગે આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેને નાણા વિભાગની મંજૂરી પણ મળી ગઈ છે. જો કે હજી કેબિનેટની મંજૂરી બાકી છે. તેની મંજૂરી મળતાની સાથે આ યોજના ચાલુ થઈ જશે. 


100 યુનિટ સુધી મફતમાં વિજળી આપવાની તૈયારી

જો કે, સામાજીક સુરક્ષા પેન્શનની કિંમતમાં વધારો કર્યા બાદ હવે બિહાર સરકાર ચૂંટણીના વર્ષમાં 100 યુનિટ સુધી મફતમાં વિજળી આપવાની યોજના બનાવી રહી છે. ઉર્જા વિભાગે તેનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેના પર નાણા વિભાગે મંજુરીની મહોર મારી દીધી છે. મંગળવારે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ યોજના લાગૂ થઈ શકે છે. ઘરેલુ ઉપયોગ માટે પ્રતિ પરિવાર 100 યુનિટ સુધી વિજળી મફતમાં મળશે. આનાથી વધુ વિજળીનો ઉપયોગ કરવા પર તમારે ચાર્જ ચૂકવવું પડશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખેડૂતોને વિજળી પર થોડી વધારે છૂટછાટ આપવાની યોજના પર સરકાર વિચાર કરી રહી છે. જણાવી દઈએ કે બિહારના શહેરી વિસ્તારમાં હજી વિજળીના દર પ્રતિ યુનિટ 7.57 રુપિયા છે.  

ખાતામાં મોકલી સામાજીક સુરક્ષા પેન્શનની રકમ

જણાવી દીએ કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે 11 જુલાઈએ સામાજીક સુરક્ષા પેન્શન યોજના અંતર્ગત લાભાર્થીઓના ખાતામાં તેમના પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ યોજના અંતર્ગત 1227.27 કરોડ રુપિયા 1.11 કરોડ લાભાર્થીઓના બેંકના ખાતામાં ડીબીટી દ્વારા મોકલવામાં આવ્યા હતા. સામાજીક સુરક્ષા પેન્શન યોજના અંતર્ગત પહેલા દર મહિને લાભાર્થીઓને 400 રુપિયા આપવામાં આવતા હતા. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સામાજીક સુરક્ષા પેન્શન યોજના પર આધારિત લધુ ફિલ્મ બતાવવામાં આવી હતી. જેનાથી તેમનું જીવન સરળ બન્યું 




  • Follow us on: