MIG 21 ફાઇટર જેટ 19 સપ્ટેમ્બરે રિટાયર થઇ રહ્યું છે. 62 વર્ષ આકાશમાં રાજ કરનારૂં આ વિમાન હવે ઇતિહાસ બનવા જઇ રહ્યું છે. મહત્વનું છે કે 19 સપ્ટેમ્બર 2025માં ચંદીગઢમાં તેનો વિદાય સમારોહ યોજાવામા આવશે.આવો જાણીએ MIG 21ની વિશેષતાઓ વિશે.


મિગ 21 સોવિયત યુનિયનનું બનાવવામાં આવેલું લડાકૂ વિમાન હતું. આ વિમાનને 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ ભારતનું પહેલું એવું સુપસોનિક જેટ હતું જે અવાજની ગતિથી વધારે ફાસ્ટ ઉડતું હતુ એ સમયમાં આ વિમાન ભારતની હવાઇ તાકાતનું પ્રતીક હતુ.

874 મિગ 21 વિમાનોને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ 600 જેટલાં તો વિમાનો ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યા હતા.

મિગ-21 એ ઘણાં મોટાં યુદ્ધોમાં ભાગ લીધો હતો

1965 ભારત પાકિસ્તાન યુદ્ધ પહેલી વખત આ વિમાને યુધ્ધમાં ભાગ લીધો અને પાકિસ્તાની વિમાનોને ટક્કર આપી.

1971 યુદ્ધઃ પૂર્વી પાકિસ્તાન જેને હાલનું બાંગ્લાદેશ કહેવાય છે તેની આઝાદીમાં મિગ-21 એ ખાસ ભૂમિકા નિભાવી હતી.

1999 કારગિલ યુદ્ધઃ આ વિમાને કારગિલ યુદ્ધ દરમિયાન દુશ્મનોના છક્કા છોડાવી નાખ્યા એ સમયે પાયલોટે આ વિમાન દ્વારા સામાન્ય જીપીએસ દ્વારા જ હુમલાઓ કર્યા અને અંતે યુદ્ધ જીત્યા

2019 બાલાકોટ હુમલોઃ મિગ-21 બાઇસને પાકિસ્તાની f-16ને તોડી પાડ્યું હતું. કેપ્ટન અંભિનંદને આ મિગ-21 ઉડાવી રહ્યા હતા.

2025 ઓપરેશન સિંદૂર ખાસ મહત્વનું જેમાં મિગ 21એ છેલ્લી વખત પોતાની વિશેષતા બતાવી પહેલગામ આતંકી હુમલાનો જોરદાર જવાબ આપ્યો.અને હવે આ વિમાન વિદાય લેવા જઇ રહ્યું છે.

મિગ 21 ની વિશેષતાઓ

મિગ 21 બાઇસનમાં ખાસ ટ્રેક રડાર લગાયેલી છે જે રડાર ગાઇડેડ મિસાલઇલોનો માર્ગ નક્કી કરે છે.

બીવીઆર ટેકનિક સાથે વિમાનને તૈયાર કરાયુ જેમાં દૂર દેખાતી મિસાઇલોને પણ તોડી પાડવાની ક્ષમતા ધરાવનાર છે.

મિગ-21ની લંબાઇ 15.76 મીટર અને પહોળાઇ 5.15 મીટર, વગર હથિયારે તેનું વજન 5200 કિલોનું, લોડ બાદ 8,000 વજન સાથે ઉડાન ભરતુ.

18,000 મીટરની ઉંચાઇ સુધી ઉડી શકે છે

તેની મહત્તમ ગતિ 2,230 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 1,204 નોટ સુધીની હોઈ શકે છે.


  • Follow us on: