એર ઇન્ડિયા ફ્લાઇટની વધુ એક ખામી સામે આવી છે.હોંગકોંગથી દિલ્હી જતી ફ્લાઇટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. લેન્ડિંગ બાદ વિમાનના એન્જિનમાં આગ લાગી, સદ્દનસીબે ઘટનામાં કોઇ જાનહાનિના નથી થઇ.


એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લાગી આગ

મળતી માહિતી પ્રમાણે હોંગકોંગથી દિલ્હી જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 315 માં આગ લાગી. લેન્ડિંગ થયાના થોડાંક જ સમયમાં વિમાનના સહાયક પાવર યુનિટમાં અચાનક આગ લાગી, જોકે વિમાનમાં કોઇ નુકસાન નથી પહોંચ્યુ, દિલ્હી એરપોર્ટ પર યાત્રીઓ અને ક્રૂ મેમ્બર સહિત પાયલોટ સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. બાદમાં આ ઘટના ઘટવા પામી હતી.

પહેલા અનેક ઘટના ઘટી ચૂકી છે

એર ઇન્ડિયાની ફ્લાઇટની ખામીની ઘટના દિવસેને દિવસે સામે આવી રહી છે. આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં જ હજુ દિલ્હીથી કોલકાતા જતી ફ્લાઇટ ટેકઓફ થાય તે પહેલા જ રોકી દેવામાં આવી હતી. ટેક્નિકલ ખામી પહેલાથી જ મળી આવતા પ્લેન તુરંત અટકાવી દેવાયું.મહત્વનું છે કે પાયલોટની સતર્કતાએ લોકોના જીવ બચાવ્યા.


  • Follow us on: