ત્રિપુરાએ એક ઐતહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે. રાજ્યને ULLAS –નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ સાક્ષર રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા 20222તી 2027 સુધી ચલાવવામાં આવશે. ત્રિપુરા હવે મિઝોરમ અને ગોવા બાદ દેશનું ત્રીજુ રાજ્ય બની ગયું છે, જેને આ સન્માન મળ્યું છે.
આ ભવ્ય કાર્યક્રમ ત્રિપુરાની રાજધાની અલગતલામાં રવિન્દ્ર શતાબ્દી ભવનમાં આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રો. મણિક સાહા, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી, રાજ્ય શિક્ષા વિભાગ અને સમુદાયોના પ્રતિનીધીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ડો. માણિક સાહાનું નિવેદન
મુંખ્યમંત્રી ડો. માણિક સાહાએ આ ઉપલબ્ધિને ત્રિપુરા માટે ઐતહાસિક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 1961માં રાજ્યની સાક્ષરતાનો દર 20.24% હતો, જે વધીને 95.6% થયો છે. જેની સફળતાનો શ્રેય ULLAS યોજના અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને આપવામાં આવે છે. જણાવી દઈએ કે ULLAS યોજનાનો ઉદ્શ્ય 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને સાક્ષર બનાવવાનો છે. જેઓ ક્યારેય શાળાએ ગયા નથી. આ યોજના અંતર્ગત ત્રિપુરામાં ઘરે ઘર સર્વેક્ષણ અને ULLAS મોબાઈલ એપ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
ભારતને પૂર્ણ સાક્ષર બનાવવાની દિશામાં કાર્ય
આ સિદ્ધિમાં હજારોમાં સ્વયંસેવક શિક્ષકો, શિક્ષાર્થીઓ, નેતાઓએ અને શિક્ષા વિભાગના અધિકારીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સફળતા વિકસિત ભારત @2047 ના પ્રધાનમંત્રી મોદીના વિઝનને પણ સાકાર કરે છે. આ કાર્યક્રમ બીજા રાજ્યો અને કેન્દ્શાસિત પ્રદેશો માટેએક મોડલના રુપમાં સામે આવ્યું છે.