ભારતીય સેનાએ પોતાની તાકાતને વધારી દીધી છે અને તેના માટે સેનાએ ટેન્ક રેજિમેન્ટસને ડ્રોનથી સજ્જ કરી લીધું છે. હવે આર્મ્ડ રેજિમેન્ટસમાં શૌર્ય સ્ક્વાડ્રોન નામથી 6 નવા યુનિટ સામેલ કરવામાં આવ્યા છે. આ સ્ક્વાડ્રોનમાં ડ્રોન યુદ્ધની પુરી ક્ષમતા છે. અગાઉ સેનાને અશ્રી પ્લાટૂનથી મજબૂત કરી હતી, હવે ટેન્કોને પણ ડ્રોનનો સાથ મળી ગયો છે. આ પગલું ભવિષ્યના યુદ્ધ માટે લેવામાં આવ્યું છે પણ ઓપરેશન સિંદૂર બાદ તેમાં ખુબ જ મોટો વધારો થયો છે.
શૌર્ય સ્કવોડ્રન શું છે?
શૌર્ય સ્કવોડ્રન ટેન્ક રેજિમેન્ટસની અંદર એક વિશેષ ડ્રોન યુનિટ છે. જેમાં સર્વિલાન્સ ડ્રોન, એટેક ડ્રોન અને લોઈટરિંગ મુનિશન સામેલ છે. આ સ્કવોડ્રન ટેન્કોની સાથે મળીને કામ કરે છે. તેની મુખ્ય જવાબદારી દુશ્મનની સ્થિતિની જાસુસી કરવી, સટીક હુમલો કરવો અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ, એન્જિનિયરિંગ કામ જેવી અડચણો તોડવી અને મેડિકલ મદદ આપવાની છે.
સેનાએ ઓપરેશન સિંદૂર બાદ ડ્રોન યુદ્ધ પર ખાસ ધ્યાન આપ્યું, હવે પાંચથી વધુ કમાન્ડસમાં શૌર્ય સ્કવોડ્રન ઉભા કરવામાં આવી ચૂક્યા છે. તેને સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. તાજેત્તરમાં સાઉદર્ન કમાન્ડ દ્વારા બાબિના, ઉત્તરપ્રદેશમાં આયોજિત અમોઘ જ્વાલા અભ્યાસમાં આ સ્કવોડ્રનોની ક્ષમતાને પ્રદર્શિત કરવામાં આવી. આ 13 દિવસના મોટા અભ્યાસમાં ટેન્કો, એટેક હેલિકોપ્ટરો, ફાઈટર એરક્રાફ્ટ અને ડ્રોનને એક સાથે મળીને યુદ્ધનું પરીક્ષણ કરવામાં આવ્યું.
ટેન્ક સારી ગુપ્તચર જાણકારી પણ પ્રાપ્ત કરી શકશે
ટેન્ક રેજિમેન્ટસમાં ડ્રોન જોડવાથી સેનાને ઘણા ફાયદા મળી રહ્યા છે, હવે ટેન્ક માત્ર ફાયર પાવર નહીં પણ સારી ગુપ્તચર જાણકારી પણ પ્રાપ્ત કરી શકશે. ડ્રોન દુશ્મનની સ્થિતિ અને હથિયારોની જાણકારી રીયલ ટાઈમમાં ટેન્કોને આપી શકશે, જેનાથી ટેન્ક યુનિટની સટીકતા અને સુરક્ષા બંને વધી જશે.
સેનાની પાસે હાલમાં 67 આર્મ્ડ યૂનિટસ છે, જેમાં 5000થી વધારે ટેન્ક સામેલ છે. ટુંક સમયમાં જ શૌર્ય સ્કવોડ્રનની સંખ્યા વધારવામાં આવશે. ભારતીય સેનાનું લક્ષ્ય છે કે ભવિષ્યમાં દરેક આર્મ્ડ રેજિમેન્ટમાં શૌર્ય સ્કવોડ્રન સામેલ કરવામાં આવશે.
આ પણ વાંચો : Middle East Tensions: ઓલ પાર્ટી મીટીંગ શરૂ, TMCએ કર્યો બહિષ્કાર, રાહુલ ગાંધી પણ ગેરહાજર