પાકિસ્તાન સાથેના સંઘર્ષ બાદ હવે ભારતીય સશસ્ત્ર દળો તેમની તાકાતને વધારવા માટેના તમામ પ્રયત્ન કરી રહ્યા છે. આવનારા સમયમાં S-400 'સુદર્શન' ભારતની સંરક્ષણ પ્રણાલી ઢાલ બનશે એ વાત નક્કી છે.
રશિયા પાસેથી ભારત મોટા પાયે મિસાઇલ ખરીદશે
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં દેશની સંરક્ષણ પ્રણાલી S-400એ શાનદાર તાકાત દેખાડતા દુશમાં દેશના વિમાનો તોડી પાડયા હતા. આ બાબતે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના આગામી સમયમાં તેની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધારવા માટે, લાંબા અંતરની હવાઈ હુમલો કરતી મિસાઇલોનો મોટો જથ્થો રશિયા પાસેથી ખરીદશે.
₹10,000 કરોડની મિસાઇલ ખરીદશે ભારત
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ભારતીય સેનાએ રશિયા પાસેથી આશરે ₹10,000 કરોડની કિંમતની મિસાઇલોનો મોટો જથ્થો ખરીદવાની તૈયારી કરી છે. આ તમામ મિસાઇલો સુદર્શન ચક્ર S-400 સંરક્ષણ પ્રણાલી માટે હશે. જેનાથી હવે દુશ્મન દેશ તરફથી આવતા પડકારને હવામાજ નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવશે. મિસાઇલ ખરીદીના સંદર્ભમાં રશિયા સાથે ભારતની ચર્ચા પહેલાથી જ ચાલી રહી છે, અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
S-400 સુદર્શન ચક્ર શું છે?
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ઘૂંટણીયે પાડનાર S-400 મિસાઇલ સિસ્ટમ એ રશિયા દ્વારા વિકસિત એક અત્યાધુનિક હવાઈ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ છે. આ સિસ્ટમ તેની અદ્યતન ટેકનોલોજીને કારણે વિશ્વની સૌથી શક્તિશાળી અને અસરકારક હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાંની એક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના પૌરાણિક શસ્ત્ર સુદર્શન ચક્રથી પ્રેરિત તેનું નામ રાખવામાં આવ્યું છે. આ સિસ્ટમ 400 કિલોમીટર સુધીની રેન્જમાં વિમાન, ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલ સહિતના હવાઈ હુમલાને અટકાવી શકે છે.