SC કહ્યુ કે, 1 માર્ચ 2026ના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાં તેમના જહાજ, એમટી સ્કાયલાઇટ પર મિસાઇલ હુમલા પછી તેઓ ગુમ થયા હતા. 

ડીએનએ ટેસ્ટમાં શુ આવ્યુ સામે ? 

કેપ્ટન આશિષ કુમારની પત્ની અંશુ કુમારીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી સોમવાર 24 ઓગસ્ટ 2026ના રોજ હાથ ધરાશે. કેપ્ટન આશિષ કુમારના બળી ગયેલા કેબિનમાંથી હાડકાં મળી આવ્યા બાદ તેમને મૃત માનવામાં આવ્યા હતા. જોકે, ડીએનએ ટેસ્ટ પછી જાણવા મળ્યું કે અવશેષો તેમના નથી.

કેપ્ટનના પત્નીની સુપ્રીમ કોર્ટમાં અરજી 

કેપ્ટનની પત્ની અંશુ કુમારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડીએનએ પરીક્ષણો અને તબીબી પુરાવા તેમના મૃત્યુની ધારણાને ખોટી સાબિત કરે છે. કેપ્ટનની પત્ની અંશુ કુમારીએ પોતાની અરજીમાં કહ્યુ હતું કે, ઘટનાના ત્રણ દિવસ પછી, 4 માર્ચે, અરજદારને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી 2 મિલિયનની માંગણી કરીને ખંડણીના ફોન આવ્યા હતા. આ કોલ્સ મજબૂત પુરાવા છે કે કુમાર જીવિત છે અને તેમને બંધક બનાવવામાં આવ્યા છે. વધુમાં, જહાજ નાશ થયાના કલાકો પછી પણ કુમારના ફોન પર વોટ્સએપ સંદેશાઓ દેખાતા રહ્યા હતા. 

1લી માર્ચે જહાજ પર શું થયું ?

અરજી અનુસાર, કેપ્ટન આશિષ કુમારનું જહાજ ઓમાનના ખાસાબ બંદર નજીક ડોક કરવામાં આવ્યું હતું. 1લી માર્ચે, યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા પ્રાદેશિક સંઘર્ષ દરમિયાન તેના પર મિસાઇલ અથવા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. બોર્ડ પર સવાર 20 ક્રૂ સભ્યોમાંથી 18ને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કેપ્ટન આશિષ કુમાર અને અન્ય એક ભારતીય નાગરિક ગુમ થયા હોવાનું જાણવા મળ્યું હતું.

ભારતીય દૂતાવાસે શુ આપી માહિતી ? 

અરજી મુજબ, મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે 15 મે, 2026 ના રોજ પરિવારને જાણ કરી હતી કે મળી આવેલા અવશેષો કેપ્ટન આશિષ કુમારના નથી. અરજીમાં રોયલ ઓમાન પોલીસના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સર્ચ એન્ડ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનના બાયોલોજિકલ ટેકનિકલ એક્ઝામિનેશન રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં તપાસવામાં આવેલા હાડકાંમાં કોઈ માનવ ડીએનએ મળ્યું નથી. 

આ પણ વાંચોઃ ચીનના કિંઘાઈ પ્રાંતમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં