ભારતીય સશસ્ત્ર સેનાઓની તાકાતમાં વધુ એક નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. ભારતીય નૌસેના દ્વારા 13 નવેમ્બરના રોજ ઓડિશાના INS ચિલ્કા ખાતે અત્યાર સુધીની સૌથી ભવ્ય અને વિશાળ પાસિંગ આઉਟ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પરેડમાં 3,300 થી વધુ નવા અગ્નિવીરો કઠિન તાલીમ પૂર્ણ કરીને દેશની દરિયાઈ સુરક્ષા અને સેવા માટે સત્તાવાર રીતે તૈયાર થઈ ગયા છે. નૌસેનાના ઇતિહાસમાં નવમી બેચની આ પાસિંગ આઉટ પરેડ અત્યાર સુધીની સૌથી મોટી બેચ સાબિત થઈ રહી છે.
નૌસેના અને કોસ્ટ ગાર્ડને મળશે નવું યુવા બળ
આ ભવ્ય સમારોહમાં નૌસેના પ્રમુખ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન મુખ્ય અતિથિ અને રિવ્યૂઇંગ ઓફિસર તરીકે ઉપસ્થિત રહીને પરેડની સલામી ઝીલશે અને નવોદિત અગ્નિવીરોનો ઉત્સાહ વધારશે. આ 3,300 થી વધુ યુવા અગ્નિવીરોની સફળ તાલીમ પૂર્ણ થવાથી ભારતીય નૌસેના તેમજ કોસ્ટ ગાર્ડ (તટરક્ષક દળ) ને અત્યંત સક્ષમ અને પ્રશિક્ષિત માનવબળ મળી રહેશે, જે સમુદ્રમાં દેશના જળસીમાની રક્ષા માટે રાઉન્ડ-ધ-ક્લોક ખડેપગે રહેશે.
