ભારતીય રેલ્વે દેશની લાઈફ લાઈન છે. ટ્રેન મારફતે કરોડો પેસેન્જર્સ પોતાના મુકામ સુધી પહોંચે છે. છેલ્લા ઘણા સમયથી રેલ્વેના રિઝર્વેશનમાં રેલ્વે ટિકીટમાં ફરિયાદો જોવા મળી રહી છે. જેને જોતા ભારતીય રેલ્વેએ રિઝર્વેશન ટિકીટ બુકીંગમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમને રેલ્વેના આ નિયમની જાણકારી નથી તો તમે 1 જૂલાઈ પછી ઓનલાઈન અને વિન્ડો પરથી ટિકીટ બુક કરી શકશો નહીં. જો તમને પણ નવા નિયમો અંગે જાણકારી નથી તો જાણો તમામ બાબતો


ટિકીટ બુકિંગના નિયમોમાં થયો ફેરફાર

ઈન્ડિયન રેલ્વેને છેલ્લા ઘણા સમયથી ફરિયાદ મળી રહી છે કે ઘણા લોકોએ નકલી IRCTC અકાઉન્ટ બનાવ્યા છે અને આ લોકો અકાઉન્ટ દ્વારા બ્લેકમાં ટિકીટ બુક કરી શકે છે. આ સાથે રેલ્વેને ફરિયાદ મળી છે કે કાઉન્ટર પર દલાલો સક્રીય હોય છે જે બ્લેકમાં કન્ફોર્મ ટિકીટ બુક કરાવે છે. આ જોતા ઈન્ડિયન રેલ્વેએ IRCTC એર અને કાઉન્ટરથી રિઝર્વેશન ટિકીટ બુક કરાવવાના નિયમોમાં ફેકફાર કર્યો છે. 

IRCTC એપથી આવી રીતે થશે બુકીંગ

ટિકીટ બુકીંગમાં થતા ફ્રોડને રોકવા માટે ઈન્ડિયન રેલ્વએ મોટુ પગલુ લીધુ છે. નવા નિયમ પ્રમાણે હવે  IRCTC અકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. જેના પછી આ એપની મદદથી ટિકીટ બુક કરી શકાશે. આ નિયમ 1 જૂલાઈથી સમગ્ર દેશમાં લાગૂ થઈ જશે. આથી તમારે પણ સમય સાથે તમારા IRCTC અકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે.



  • Follow us on: