ભારતના આ Special Forces દુનિયાભરમાં તેમની કઠોર તાલીમ, બહાદુરી અને ચોક્કસ કાર્યવાહી માટે ઓળખાય છે. આ દળો દિવસ-રાત, જંગલથી લઈને શહેર અને સમુદ્રથી લઈને પહાડ સુધી દેશની સુરક્ષા માટે સજ્જ રહે છે. ચાલો જાણીએ ભારતના 10 સૌથી ખતરનાક Special Forces વિશે.

1. Para Special Forces (Para SF) – Indian Army

Para SF ભારતીય સેનાનું સૌથી પ્રતિષ્ઠિત Special Force છે. આ દળ દુશ્મનના વિસ્તારમાં ઘૂસણખોરી, આતંકવાદ વિરોધી કામગીરી અને બંધક મુક્તિ જેવા મિશન કરે છે. તેમની તાલીમ અત્યંત કઠોર હોય છે અને માત્ર શ્રેષ્ઠ સૈનિકો જ અહીં ટકી શકે છે. તેમનો સૂત્ર છે – “Men Apart, Every Man an Emperor.”

2. MARCOS – Indian Navy

MARCOS ભારતીય નૌકાદળનું એલિટ કમાન્ડો દળ છે. આ દળ દરિયાઈ આતંકવાદ, દુશ્મન વિરોધી કામગીરી અને પાણીની અંદર લડાઈમાં નિષ્ણાત છે. મુંબઈ 26/11 હુમલા દરમિયાન MARCOSએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

3. Garud Commando Force – Indian Air Force

Garud Commando Force ભારતીય વાયુસેનાનું Special Force છે. તેનું મુખ્ય કામ એરબેઝ સુરક્ષા, Combat Search and Rescue અને હવાઈ મિશનને ટેકો આપવાનો છે. આ કમાન્ડોઝ હાઇજેકિંગ અને આતંકવાદ વિરોધી કામગીરીમાં પણ નિષ્ણાત છે.

4. National Security Guard (NSG) – Black Cats

NSGને ‘Black Cats’ તરીકે ઓળખવામાં આવે છે. આ દળ દેશનું મુખ્ય Counter-Terrorism Force છે. બંધક બચાવ, વિમાન અપહરણ અને શહેરી આતંકવાદ સામે NSG સૌથી આગળ રહે છે.

5. COBRA – CRPF

COBRA (Commando Battalion for Resolute Action) ખાસ કરીને નક્સલવાદી વિસ્તારોમાં કાર્ય કરે છે. જંગલ યુદ્ધ અને એડવાન્સ ટેકનિકમાં આ દળ માસ્ટર ગણાય છે.

6. CRPF Valley QAT

CRPF Valley Quick Action Team ખાસ કરીને કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત હોય છે. આ ટીમ ઝડપથી કાર્યવાહી કરીને આતંકવાદીઓને નિષ્ક્રિય બનાવે છે.

7. Special Operations Group (SoG) – J&K Police

SoG જમ્મુ અને કાશ્મીર પોલીસનું વિશિષ્ટ દળ છે. ગુપ્ત માહિતી આધારિત દરોડા અને ઝડપી ઓપરેશનમાં આ દળ ખૂબ અસરકારક છે.

8. Special Protection Group (SPG)

SPG ભારતના વડાપ્રધાન અને ભૂતપૂર્વ વડાપ્રધાનની સુરક્ષા માટે જવાબદાર છે. આ દળ કોઈપણ સંભવિત ખતરો આવે તેને પહેલા જ ઓળખી તેને નિષ્ફળ બનાવે છે.

9. Special Group – RAW

તમે ફિલ્મોમાં જે પ્રકારે જોવો છે RAW એજન્ટ તે જ પ્રકારે આ આપણું Special Group RAWનું અત્યંત ગુપ્ત Special Force છે. તેના મિશન વિશે બહુ ઓછી માહિતી જાહેર કરવામાં આવે છે, પરંતુ આ દળ ભારતના સૌથી શક્તિશાળી ગુપ્ત યુનિટ્સમાંનું એક છે.

10. Special Frontier Force (SFF)

SFF ઉચ્ચ હિમાલય અને સરહદી વિસ્તારોમાં ગુપ્ત મિશન માટે જાણીતી છે. આ દળ ખાસ કરીને કઠિન હવામાન અને ઊંચાઈ પર કામગીરી માટે તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચો : RBI MPC meeting : EMI ઘટશે કે રાહ જોવી પડશે? RBIના નિર્ણય પર સૌની નજર