ઓપરેશન સિંદૂર દરમિયાન આખી દુનિયાએ બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલની તાકાત જોઈ લીધી, હવે DRDO ભારતની પેહલી હાઈપરસોનિક મિસાઈલ પર ખુબ ઝડપથી કામ કરી રહ્યુ છે અને ખુબ જલ્દી દેશની પાસે પહેલી હાઈપરસોનિક મિસાઈલ હશે. તેની સ્પીડ સુપરસોનિક મિસાઈલ કરતા ત્રણ ગણી હશે. જો કે રેન્જ લગભગ 5 ગણી વધારે હશે.  


ભારતની પહેલી હાઈપરસોનિક મિસાઈલની તૈયારી તેના અંતિમ તબક્કામાં છે. તેના તૈયાર થતાની સાથે કરાચી, લાહોર અને ઈસ્લામાબાદ સહિત પાકિસ્તાનના દરેક મોટા શહેરો ભારતની રેન્જમાં આવી જશે. આ મિસાઈલ લગભગ 4 થી 6 મિનિટની અંદર ટાર્ગેટ બનાવીને આ શહેરોને તબાહ કરી નાખશે. બ્રહ્મોસ હાઈપરસોનિક મિસાઈલની ગતિ લગભગ 6000 કિમી પ્રતી કલાકની હોઈ શકે છે. જો કે તેની રેન્જ 2000 કિમી સુધીની હશે. 

આવનારા 2-3 વર્ષમાં ટ્રાયલ પુરુ થઈ જશે: DRDO

DRDOના ચીફ ડો. સમીર વી. કામતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ભારત હવે હાઈપરસોનિક મિસાઈલ ટેકનોલોજી પર ખુબ ઝડપથી કામ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમેમ આ દિશામાં શરૂઆતની સફળતા મેળવી ચુક્યા છીએ. આવનારા 2-3 વર્ષમાં તેનું ફાઈનલ ટ્રાયલ પુરુ થઈ જશે. ત્યારબાદ તેનો સેનામાં સમાવેશ કરવામાં આવશે. ડો. કામતે જણાવ્યું હતું કે મિસાઈલ હાઈપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ પર આધારીત છે. જેનવું સપળ પરિક્ષણ 2020માં જ કરવામાં આવ્યું હતું.  

ખાસિયત - 

1. સ્પીડ, ટેકનોલોજી અને મારવાની ક્ષમતામાં અવ્વલ

2. દુનિયાના 3થી 4 દેશ પાસે જ છે મિસાઈલ

3. સ્પીડના કારણે રડાર તેને પકડી શકતું નથી. 

4. દુશ્મનને જાણ થાય તે પહેલા દુશ્મનને તબાહ કરી દેશે. 

5. ઉંચાઈ પર ઉડાન ભરતી હોવાથી ટ્રેક કરવી મુશ્કેલ



  • Follow us on: